
હવે KKRનો 162 રનના લક્ષ્યનો પીછો કરવાનો વારો હતો, KKR એ ઓવરમાં જ જીત મેળવી હતી. KKR તરફથી ઓપનિંગ કરવા આવેલા ફિલ સોલ્ટે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 47 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી.

શ્રેયસ અય્યરે પણ તેને ટેકો આપ્યો હતો. અય્યરે 38 બોલમાં 38 રન બનાવ્યા હતા. આ મેચમાં સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીના બેટ કામ નહોતા કરી શક્યા નરીને 6 બોલમાં 6 રન બનાવ્યા હતા. રઘુવંશીએ 6 બોલમાં 7 રનની ઇનિંગ રમી હતી.

લખનૌ તરફથી માત્ર મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. આ સિવાય કોઈ બોલર એક પણ વિકેટ પોતાના નામે કરી શક્યો નથી. આ જીત સાથે KKR ટીમના 8 પોઈન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. KKRની ઉપર રાજસ્થાન રોયલ્સ છે જેણે 10 પોઈન્ટ જીત્યા છે. KKRની આગામી મેચ રાજસ્થાન સામે છે. આ બંને ટીમો 16 એપ્રિલે સામસામે ટકરાશે.