
ગુજરાત ટાઈટન્સની બીજી મેચ 26 માર્ચે ચેન્નાઈમાં ધોનીની ટીમ સામે યોજાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે જ ગત વર્ષે ફાઈનલમાં ગુજરાતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ગુજરાત ટાઈટન્સ ત્રીજી મેચ 31 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અને ચોથી મેચ 4 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રમશે. આ બંને મેચો અમદાવાદમાં રમાશે.

ગુજરાત ટાઈટન્સ પાંચમી અને પ્રથમ શેડ્યૂલની અંતિમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે લખનૌમાં ટકરાશે.