IPL 2024માં આજે રમાશે ‘નોકઆઉટ’ મેચ, એક ટીમની સફર ખતમ થશે!

|

May 14, 2024 | 11:21 AM

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાનારી મેચ કરો યા મરો જેવી રહેશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંન્ને ટીમ માટે આજની મેચ જીતવી જરુરી છે. તો આજે જોવાનું રહેશે કે, કઈ ટીમ આઈપીએલ 2024માંથી બહાર થાય છે.

1 / 5
આઈપીએલ 2024ની 64મી મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસની ટીમ વચ્ચે રમાશે. બંન્ને ટીમ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આમને-સામને છે. તમને જણાવી દઈએ કે, બંન્ને ટીમ હાલમાં પ્લેઓફની રેસમાં છે,પરંતુ આ મેચ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ માટે કોઈ નોકઆઉટ મેચથી ઓછી નથી.

2 / 5
 આ મેચ હારનારી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. ત્યારે બંન્ને ટીમે આ મેચ કોઈ પણ સંજોગોમાં  જીતવી પડશે.આઈપીએલ 2024 લખનૌ સુપર જાયન્ટસની ટીમ 12 પોઈન્ટ સાથે સાતમાં સ્થાન પર છે. દિલ્હીની ટીમના પણ 12 અંક છે, પરંતુ નેટ રનરેટના કારણે છઠ્ઠા સ્થાન પર છે

3 / 5
દિલ્હીની ટીમની હવે એક લીગ મેચ વધી છે. ત્યારે દિલ્હીને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ મોટા અંતરથી જીતવી પડશે. જો તેમને આ મેચમાં હાર મળે છે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે,

4 / 5
 પરંતુ દિલ્હી માટે પ્લેઓફનો રસ્તો સરળ નથી, દિલ્હીને પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ ઓછામાં ઓછા 64 રનથી જીતવી પડશે. તેમજ એક આશા રાખવી પડશે કે, હૈદરાબાદની ટીમ પોતાની બાકી રહેલી મેચ હારી જાય. હૈદરાબાદે પોતાને 2 મેચને કુલ 150 રનથી હાર થશે તો દિલ્હીને પ્લેઓફમાં એન્ટ્રી મળશે.

5 / 5
લખનૌની ટીમની હજુ 2 મેચ બાકી છે. આવી સ્થિતિમાં તે બંને મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ તેણે પોતાના નેટ રન રેટમાં સુધારો કરવો પડશે. આ માટે લખનૌને તેની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે. જો તેઓ આ બેમાંથી એક પણ મેચ હારી જાય છે, તો તેઓ 14 પોઈન્ટ પર લીગ સ્ટેજ સમાપ્ત કરશે.

Next Photo Gallery