IPL 2024: CSK vs MI વચ્ચેની મેચમાં માહીનો કમાલ-રોહિતની ધમાલ, પરંતુ આ 4 બોલ બન્યા મુંબઈની હારનું કારણ

છેલ્લી ઓવરમાં 500ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ્સે રોહિત શર્માની ઝળહળતી સદીએ તબાહી મચાવી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની અર્ધસદીના આધારે 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. રોહિત શર્માની તોફાની ફિફ્ટી બાદ પણ મુંબઈની ટીમ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી શકી નથી. જોકે આ એક ઓવરના 4 બોલ મુંબઇ માટે ભારે પડ્યા હોય તેમ કહેવામાં આવે તો ખોટું નથી.

| Updated on: Apr 15, 2024 | 6:41 PM
4 / 8
શરૂઆતમાં ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણેની વિકેટ મેળવીને ટીમે સારી શરૂઆત કરી હતી. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ પડ્યા બાદ મેદાનમાં ઉતરીને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. જોકે બાદમાં તેને શિવમ દુબેનો સાથ મળ્યો. ઋતુરાજ 69 રન જ્યારે શિવમે અણનમ 66 રન બનાવ્યા હતા.

5 / 8
ચેન્નાઈ સામે 207 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહેલી મુંબઈ માટે ઓપનર રોહિત શર્માએ પોતાની શૈલીમાં શાનદાર શરૂઆત કરી હતી. તેણે માત્ર 30 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી પણ તેણે સતત રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.

6 / 8
મથીશા પથિરાનાએ એક જ ઓવરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપ્યો હતો. સૂર્યકુમારે થર્ડ મેન પર મુસ્તાફિઝુર રહેમાનનો શાનદાર કેચ લીધો હતો. આ બાદ 18 મી ઓવરમાં પણ ત્રીજા બોલે પથિરાનાએ એક વિકેટ લીધી હતી. આ સાથે ઇનિંગમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. જેને પ્લેયર ઓફ ધ મેચ આપ્યો હતો.

7 / 8
મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 207 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, આ મેચમાં બેટિંગ કરતી વખતે માહીએ જે સ્ટાઈલમાં 20 રન બનાવ્યા તે ફેન્સ ભૂલી શકે તેવી શક્યતા નથી.

8 / 8
આ 20મી ઓવર ખુદ મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયા બોલિંગ કરી રહ્યા હતા. આ બોલિંગમાં Wd, 4, Wd, W, 6, 6, 6, 2, જેવા બોલ ફેંક્યા હતા. જેમાં ધોનીએ 4 જ બોલમાં 20 રન ફટકાર્યા હતા. જોકે હવે મુંબઇની પણ 20 રને હાર થઈ છે.

Published On - 12:04 am, Mon, 15 April 24