
મેચ પહેલા MS ધોની હાર્દિકને ભેટ્યો હતો. બાદમાં તેની જ ઓવરમાં 4 જ બોલમાં 20 રન ફટકાર્યા.

માહીએ આવતાની સાથે જ સિક્સર ફટકારી અને પછી માત્ર 4 બોલમાં 20 રન બનાવીને અણનમ પરત ફર્યો.

હાર્દિક પંડયાની છેલ્લી ઓવરમાં કુલ 26 રન આવ્યા જેમાં Wd, 4, Wd, W, 6, 6, 6, 2 , જેવા બોલ પડ્યા. ડેરીલ મિચેલ 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા મહેન્દ્ર સિંહ ધોનીનો દબદબો રહ્યો. તેણે બેક ટુ બેક 3 સિક્સર ફટકારીને ચાહકોનો દિવસ બનાવ્યો.. જોકે ધોનીના બેટથી લાગેલી આ હેટ્રીક 6 હાર્દિક ભાગ્યેજ ભૂલી શકશે.

IPL 2024ની સૌથી મોટી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈની ટીમે શાનદાર બેટિંગ કરીને 206 રન બનાવ્યા હતા.