
પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ પણ શુભમનનો ગુસ્સો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. “ગુજરાતના કેપ્ટન બન્યા બાદથી ગિલે અમ્પાયરો પ્રત્યે ગુસ્સામાં પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તમે કોઈ ટીમનું નેતૃત્વ કરવાનું શરૂ કરો છો ત્યારે આવું જ થાય છે.

જ્યાં સુધી કેપ્ટનશિપની વાત છે ત્યાં સુધી યુવા બેટ્સમેને કોઈ મોટી કરામત કરી નથી. ટાઇટન્સની ટીમનો દેખાવ પણ સામાન્ય રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની આ IPL માં ત્રણ હાર થઈ છે.