IND vs SL: ટીમ ઈન્ડિયાની પસંદગીમાં 5 ખેલાડીઓ સાથે અન્યાય, સારા પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર

|

Jul 18, 2024 | 9:41 PM

શ્રીલંકા સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ ઇન્ડિયાની પ્રથમ વખત પસંદગી કરવામાં આવી છે અને તેમાં કેટલીક એવી બાબતો સામે આવી છે જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સૂર્યકુમાર યાદવ T20નો નવો કેપ્ટન બન્યો છે. શુભમન ગિલ ODI અને T20 ટીમનો વાઈસ કેપ્ટન બન્યો છે. જ્યારે 5 ખેલાડીઓ સારા પ્રદર્શન છતાં બહાર કરવામાં આવ્યા છે.

1 / 5
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોટા સમાચાર એ છે કે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યાને હટાવી શુભમન ગિલને ODI અને T20 ટીમની વાઈસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

2 / 5
કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની પ્રથમ ટીમ સિલેક્શન મીટિંગમાં કેટલાક એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ટીમ સિલેક્શનમાં પાંચ ખેલાડીઓ સાથે મોટો અન્યાય થયો છે. આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ તેમ છતાં તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું.

3 / 5
ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજ ગાયકવાડ અને અભિષેક શર્માને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વેમાં અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે ગાયકવાડે 66.50ની એવરેજથી 133 રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

4 / 5
સંજુ સેમસનને શ્રીલંકા સામેની T20 સિરીઝમાં તક મળી છે, પરંતુ આ ખેલાડીને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે પોતાની છેલ્લી ODI મેચમાં સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી પરંતુ હવે તે ટીમમાં નથી.

5 / 5
ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને અવેશ ખાન બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમનો ભાગ હતા. બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું છતાં હવે બંનેને શ્રીલંકા પ્રવાસમાં તક મળી નથી. મુકેશ અને અવેશને T20 અને ODI બંનેમાંથી એક પણ ટીમમાં પસંદ કરવામાં નથી આવ્યા.