
આ સ્ટેન્ડબાય માટેનો નિયમ છે. રિઝર્વ ખેલાડી તરીકે જે ખેલાડીઓને સ્કવોડમાં રાખવામાં આવે છે. તેના માટે નિયમ એ હોય છે કે, તે ટીમ સાથે પ્રવાસ કરી શકતા નથી. તેમને ટીમ માટે પ્લેઈંગ ઈલેવનમાં ત્યારે જ તક મળશે. જ્યારે મેન સ્કવોડનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થયો હોય અને તેને ટીમમાંથી બહાર કરવામાં આવે.

એટેલે કે, 5 ખેલાડીઓને રમવું ખુબ મુશ્કેલ હોય છે પરંતુ એક આશાનું કિરણ જરુર હોય છે. જેમ કે, દુબઈ થી ભારત દુર નથી, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો થોડા જ કલાકોમાં બીજા ખેલાડી અહીથી ત્યાં પહોંચી જાય છે.

બીસીસીઆઈ દ્વારા રિઝર્વ ખેલાડીઓ તરીકે પસંદ કરાયેલા પાંચ ખેલાડીઓમાંથી, દરેક સ્થાન માટે એક ખેલાડી રાખવામાં આવ્યો છે. જેમ કે,ફાસ્ટ બોલર જો ઈજાગ્રસ્ત થાય છે તો પ્રસિદ્ધ કૃષ્ણાને એન્ટ્રી મળશે. જો વિકેટ કીપરની જરુર પડે તો તેના સ્થાને ધ્રુવ જુરેલને રાખવામાં આવ્યો છે. જો બોલિંગ ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત થાય અને બહાર થાય છે તો રિયાન પરાગ અને વોશિગ્ટન સુંદરને સ્થાન આપવામાં આવી શકે છે. જો ઓપનિંગ બેટ્સમેન કે ટોપ ઓર્ડર બેટ્સમેન આઉટ થાય છે તો યશસ્વી જયસ્વાલને તેના માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે.