
શાંત સ્વભાવનો આ ખેલાડી રિયલ લાઈફમાં પણ ખૂબ જ શાંત છે. તમે બધા તેની કારકિર્દી અને રેકોર્ડ વિશે તો જાણતા જ હશો, પરંતુ આજે અમે તમને આ ખેલાડીના પરિવાર વિશે જણાવીશું

આ દિગ્ગજ બોલરે 2011માં ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી અને આજે તે ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક છે. જેમણે બોલિંગમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે.

રવિચંદ્રન અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈના માયલાપોરમાં એક તમિલ પરિવારમાં થયો હતો. તેમના પિતા રવિચંદ્રન રેલવેમાં નોકરી કરતા હતા અને તેમની માતાનું નામ ચિત્રા છે જે ગૃહિણી છે. અશ્વિનને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. તેના પિતા પણ ક્રિકેટના મોટા ફેન છે.

આર અશ્વિને 13 નવેમ્બર 2011ના રોજ પ્રીતિ નારાયણ સાથે લગ્ન કર્યા છે. અશ્વિનને બે દીકરીઓ છે. જેમના નામ અકીરા અને આધ્યા છે. તેની પત્ની પ્રીતિ તેમની દિકરીઓ સાથે પતિને ચીયર કરવા અનેક વખત સ્ટેડિયમમાં જોવા મળતી હોય છે.

અશ્વિને તેમનું શાળાકીય શિક્ષણ પદ્મ શેષાદ્રી બાલા ભવન અને સેન્ટ બેડેની એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં કર્યું હતું. તેમણે SSN કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, ચેન્નાઈમાંથી ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં BTech સાથે સ્નાતક છે

શાળાની ફ્રેન્ડશીપ પછી અશ્વિન અને પ્રીતિએ એક જ એન્જિનિયરિંગ કોલેજમાં સાથે એડમિશન લીધું હતું. કોલેજમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. કોલેજના દિવસોમાં બંનેએ ડેટ કરી હતી. પ્રીતિ અને અશ્વિનનો પરિવાર પહેલેથી જ એકબીજાને ઓળખતો હતો.

રવિચંદ્રન અશ્વિન જમણા હાથનો ઓફ સ્પિન બોલર છે. તે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. તે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ અને સાઉથ ઝોન માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે.

અશ્વિને 20 વર્ષની ઉંમરે 2006માં હરિયાણા સામેની રણજી ટ્રોફી મેચમાં તમિલનાડુ માટે પ્રથમ વર્ગમાં પદાર્પણ કર્યું હતું અને છ વિકેટ ઝડપી હતી.તેણે 2007માં આંધ્ર સામે બે વિકેટ લઈને લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. રાજકોટમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં અશ્વિને પોતાની 500 વિકેટ પૂરી કરી છે

2021ની ચેન્નાઈ ટેસ્ટમાં અશ્વિને ઈંગ્લેન્ડ સામે પ્રથમ બોલ પર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 114 વર્ષ પછી એવું બન્યું છે કે કોઈ સ્પિનરે ઈનિંગના પહેલા બોલ પર વિકેટ લીધી હોય.

ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે ગાબા ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી.
Published On - 5:09 pm, Fri, 16 February 24