
જો આપણે સીએસકેની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં તે 10માં સ્થાને છે.મુંબઈએ આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની દાવેદારી મજબુત કરી લીધી છે. સીએસકે સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ પર આઈપીએલ 2025ના પ્લેઓફમાંથી બહાર થવાનો ખતરો મંડરાય રહ્યો છે.

આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ 5 જીત અને 2 હાર સાથે 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તો દિલ્હીની ટીમ 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

આરસીબી 8 મેચમાં 5 જીત અને 3 હારની સીથે 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને, ચોથા સ્થાને પંજાબ કિંગ્સ છે. જેની પાસે 10 પોઈન્ટ છે. પાંચમાં સ્થાને લખનૌ સુપર જાયન્ટસની ટીમ છે.

છઠ્ઠા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ સાથે,સાતમાં સ્થાને રાજસ્થાન રોયલ્સની ટીમ તેમજ 9માં સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને 10માં સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છે.