Cricketers Divorced : આ ખેલાડીઓના થઈ ચૂક્યા છે છૂટાછેડા, એકના તો 2 વખત છૂટાછેડા થયા, એક છે ગુજરાતી ખેલાડી છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાની જાહેરાત કરીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના 4 વર્ષના લગ્નજીવનના અંતની જાહેરાત કરી હતી. તો ચાલો જાણીએ એવા ભારતીય ક્રિકેટરો વિશે જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે.
1 / 7
ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. જેમાં 2 લોકો જીવનમાં એક બીજા સાથે જીવન પસાર કરવાનું વચન લે છે. ક્યારેક બંન્ને એવા નિર્ણય લેવા પડે છે કે, જેનાથી પતિ-પત્નીને અલગ થવું પડે છે. હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટોનકોવિચના સંબંધોમાં પણ આવું જ કાંઈ જોવા મળ્યું છે. તો આજે આપણે એવા ક્રિકેટરો વિશે વાત કરીશું જેના છૂટાછેડા થઈ ચૂક્યા છે.
2 / 7
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થયા છે, તો ચાલો જાણીએ આ પહેલા ક્યા ક્યા ખેલાડીઓના છૂટાછેડા થઈ ચૂક્યા છે.
3 / 7
ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ 1998માં બાળપણની મિત્ર નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા.તેના પર પત્ની સાથે મારપીડનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારબાદ તેમણે પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.
4 / 7
દિનેશ કાર્તિકે 21 વર્ષની ઉંમરે 2007માં બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. આ બંન્નેના લગ્ન માત્ર 5 વર્ષ જ ટક્યા હતા. 2012માં કાર્તિકને પત્નીના ક્રિકેટર મુરલી વિજય સાથે અફેરની જાણ થઈ. આ સાંભળી તેને ધક્કો પણ લાગ્યો હતો. ત્યારબાદ તેમણે નિકિતાને છૂટાછેડા આપી દીધા હતા. કાર્તિકે 2015માં સ્કવોશ ખેલાડી દીપિકા પલ્લિકલ સાથે લગ્ન કર્યા હતા.
5 / 7
રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર શિખર ધવનના પણ છૂટાછેડા થઈ ચૂક્યા છે. તેમણે 2009માં આયશા મુખર્જી સાથે સગાઈ કરી ત્યારબાદ 2012માં લગ્ન કર્યા હતા. બંન્નેને એક દિકરો પણ છે. બંન્નેના 11 વર્ષ સુધી લગ્ન ચાલ્યા હતા.બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને 2023માં ધવને છૂટાછેડા આપી દીધા હતા.
6 / 7
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 2014માં હસીન જ્હાં સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની પહેલી મુલાકાત આઈપીએલ દરમિયાન થઈ હતી. જ્યાં તે કોલકાતા નાઈટ રાઈડર્સની ચીયર લીડર હતી. 4 વર્ષ સુધી લગ્નના બંધનમાં રહ્યા બાદ 2018માં શમી પર અન્ય છોકરીઓ સાથે અફેર અને ઘરેલું હિંસાના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બંન્ને અલગ થઈ ગયા. હજુ આ મામલો કોર્ટમાં જ છે. શમીને એક દિકરી પણ છે જે હસીન જહાં સાથે રહે છે.
7 / 7
ભારતીય ટીમન કેપ્ટન રહી ચૂકેલા મોહમ્મદ અઝહરુદ્દીનના એક નહિ પરંતુ બે વખત છૂટાછેડા થયા છે. તેમણે 1996માં પોતાની પહેલી પત્ની નૌરીન સાથે છૂટાછેડા લઈ બોલિવુડ અભિનેત્રી સંગીતા બિઝલાની સાથે લગ્ન કર્યા હતા. થોડા જ વર્ષોમાં તેમણે છૂટાછેડા લીધા હતા.