
રિંકુ ખાનચંદ સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો. તે એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે ભારતની રાષ્ટ્રીય ટીમ માટે મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે રમે છે જે ક્યારેક ક્યારેક ઓફ બ્રેક બોલિંગ કરે છે.

રિંકુ સિંહ સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે. રિંકુ સિંહ 2025 એશિયા કપ જીતનાર અને 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય રહી ચૂક્યો છે.

રિંકુ સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

રિંકુ સિંહ પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે અને તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા ખાનચંદ સિંહ એક LPG કંપનીમાં કામ કરતા હતા.

શરૂઆતના વર્ષોમાં રિંકુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગેસ સિલિન્ડર વેરહાઉસની અંદર બે રૂમના ક્વાર્ટરમાં રહેતો હતો. આ રહેવાની વ્યવસ્થા તેમના પિતા જ્યાં કામ કરતા હતા તે કંપની દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

રિંકુ સિંહની સગાઈ 8 જૂન 2025ના રોજ લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોજાયેલા એક સમારોહમાં સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે થઈ હતી. બંન્ને ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

જૂન 2025માં આંતરરાષ્ટ્રીય મેડલ વિજેતા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ નિયમો હેઠળ ઉત્તર પ્રદેશમાં રમતગમત ક્વોટા હેઠળ મૂળભૂત શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

18 ઓગસ્ટ 2023ના રોજ રિંકુ સિંહ ધ વિલેજ ખાતે આયર્લેન્ડ સામેની પ્રથમ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) માં પોતાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

23 નવેમ્બર 2023ના રોજ, તેણે વિશાખાપટ્ટનમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટ્વેન્ટી20માં 14 બોલમાં 22 રન બનાવ્યા હતા.

નવેમ્બર 2023માં સિંહએ સાઉથ આફ્રિકાના 2023-24 પ્રવાસ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.12 ડિસેમ્બર 2023ના રોજ, તેણે 68ના સ્કોર સાથે ટી20આઈ ક્રિકેટમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી.

તેણે 19 ડિસેમ્બર 2023ના રોજ સાઉથ આફ્રિકા સામે પોતાની વનડે આંતરરાષ્ટ્રીય (ODI) મેચમાં પ્રવેશ કર્યો હતો.તેણે 17 રન બનાવ્યા અને રાસી વાન ડેર ડુસેનની વિકેટ લીધી. 21 ડિસેમ્બર 2023ના રોજ, તેમણે સાઉથ આફ્રિકા સામે બીજી વનડે મેચમાં મેચવિનિંગ ઇનિંગ રમી હતી.

17 જાન્યુઆરીના રોજ, અફઘાનિસ્તાન સામે, તેમણે અને રોહિત શર્માએ 190 રનની ભાગીદારી નોંધાવી, જે ભારતની T20Iમાં સૌથી મોટી પાર્ટનરશીપ અને વિશ્વમાં 5મી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપ છે. મે 2024માં તેમને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે નામ આપવામાં આવ્યું હતુ.

જુલાઈ 2024માં રિંકુ શ્રીલંકાના ભારતીય પ્રવાસમાં રમ્યો હતો.આ તેમના માટે સારી સીરિઝ નહોતી, કારણ કે તે સમગ્ર મેચ દરમિયાન 4 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો. જોકે છેલ્લી મેચમાં, શ્રીલંકા માટે 12 બોલમાં 9 રનની જરૂર હતી, રિંકુ સિંહે તેમની પહેલી ઓવર નાંખી જેના પરિણામે 2 વિકેટ અને માત્ર 3 રન જ બન્યા હતા.

રિંકુ સિંહે 2021 ઇન્ડિયન પ્રીમિયર લીગમાં KKRની ટીમમાંથી રમવાનો હતો, પરંતુ ઘૂંટણની ઇજાને કારણે તે બહાર થયો હતો અને તેમના સ્થાને ગુરકીરત માનને ટીમમાં લેવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી 2022માં તેમને KKR દ્વારા રિટેન કરવામાં આવ્યો હતો અને IPL 2022માં રમ્યો હતો.રાજસ્થાન રોયલ્સ સામે 23 બોલમાં 42 રન બનાવ્યા બાદ તેમણે પોતાનો પહેલો મેન ઓફ ધ મેચ એવોર્ડ (અને એક લાખનો ચેક) મેળવ્યો હતો.

9 એપ્રિલ 2023ના રોજ, રિંકુએ ગુજરાત ટાઇટન્સ સામેની IPL મેચમાં રેકોર્ડબ્રેક સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં યશ દયાલ દ્વારા ફેંકાયેલી છેલ્લી ઓવરમાં પાંચ છગ્ગા ફટકારીને 29 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. જે IPL ટુર્નામેન્ટના ઇતિહાસમાં છેલ્લી ઓવરમાં અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ છે.

રિંકુ તેની વિસ્ફોટક બેટિંગ મેચ ફિનિશ કરવાની ક્ષમતા માટે ફેમસ છે. રિંકુ સિંહને શોર્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો ફ્યુચર સ્ટાર માનવામાં આવી રહ્યો છે.

રિંકુ સિંહ અલીગઢનો રહેવાસી છે. તો પ્રિયા સરોજ દેશની બીજી સૌથી યુવા સાંસદ છે હાલમાં તે કેરાકત સીટ પરથી ધારાસભ્ય છે. પ્રિયાના પિતાએ કહ્યું કે પ્રિયાના એક મિત્ર દ્વારા તેનો રિંકુ સાથે પરિચય થયો હતો. એક વર્ષ સુધી બંન્ને વચ્ચે વાતચીત થઈ હતી.

રિંકુ સિંહની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. રિંકુ સિંહ પાસે આવકના ઘણા સ્ત્રોત છે, પરંતુ તે ચાર સ્ત્રોતોમાંથી સૌથી વધુ પૈસા કમાય છે.

રિંકુ સિંહની આવકનો મુખ્ય સ્ત્રોત તેનો BCCI કરાર છે, જેનાથી તે વાર્ષિક 1 કરોડ રૂપિયા કમાય છે. તે બોર્ડ સાથે ગ્રેડ C કરાર ધરાવે છે.

તેની આવકનો બીજો સ્ત્રોત તેનો IPL કરાર છે, જ્યાં તેનો KKR સાથે કરોડ રૂપિયાનો કરાર છે.