
હરમનપ્રીત કૌરના કરિયરની વાત કરીએ તો, પંજાબની આ ખેલાડીએ તેના 20મા જન્મદિવસના એક દિવસ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

8 માર્ચ, 1989ના રોજ જન્મેલી હરમનપ્રીતે 7 માર્ચ, 2009ના રોજ ODI ક્રિકેટમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે જ વર્ષે તેણીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું,

2014માં પહેલીવાર ટેસ્ટ ક્રિકેટ રમી હતી. આજ સુધી, હરમનપ્રીતે 149 ODI મેચોમાં 4,069 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે.

તેમણે31 વિકેટ પણ લીધી છે. ભારત માટે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં એક સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે અને 32 વિકેટ લીધી છે.

કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ પંજાબના મોગામાં હરમંદર સિંહ ભુલ્લર વોલીબોલ અને બાસ્કેટબોલ ખેલાડી અને સતવિંદર કૌર, ગૃહિણીને ત્યાં થયો હતો. તેના માતાપિતા શીખ છે.

તેની નાની બહેન હેમજીત, અંગ્રેજી સ્નાતક છે અને મોગાની ગુરુ નાનક કોલેજમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરે છે.તેના પિતા જે જ્યુડિશલ કોર્ટમાં ક્લાર્ક હતા, હરમન પ્રીત જ્યારે આ રમત રમવાનું શરૂ કર્યું ત્યારે તે તેના પ્રથમ કોચ હતા.

મોગામાં તેના નિવાસસ્થાનથી 30 કિલોમીટર દૂર જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડેમીમાં જોડાયા પછી તે ક્રિકેટમાં જોડાઈ, જ્યાં તેમણે કમલદીશ સિંહ સોઢી હેઠળ તાલીમ લીધી હતી.

હરમનપ્રીતે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પુરુષો સાથે રમતી હતી.

તમને જણાવી દઈએ કે,હરમનપ્રીત નોકઆઉટ વર્લ્ડ કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.વર્ષ 2014માં, હરમનપ્રીત કૌરને ભારતીય રેલ્વેમાં નોકરી મળી હતી. જેના કારણે તે મુંબઈ આવી હતી.
Published On - 6:56 am, Sun, 12 October 25