IPL 2025 ડેબ્યુમાં 4 વિકેટ લઈ રાતોરાત સ્ટાર બનેલા આ ખેલાડીના પરિવાર વિશે જાણો

મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરનાર અશ્વિની કુમારે પોતાના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લઈ ફેમસ થયો છે. તો આજે આપણે ક્રિકેટર અશ્વિની કુમારના પરિવાર તેમજ તેની સંધર્ષ સ્ટોરી વિશે જાણીશું.

| Updated on: Apr 02, 2025 | 7:15 AM
4 / 13
 તેમણે બાળપણમાં ખુબ સંધર્ષો જોયા,તેની માતાએ અશ્વિનીની સંભાળ રાખવામાં અને તેનું ક્રિકેટનું સ્વપ્ન પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેની માતાએ સખત મહેનત કરી અને પરિવારનું ગુજરાન ચલાવ્યું અને સાથે જ અશ્વિનીનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન પણ પૂરું કર્યું.

5 / 13
ક્રિકેટર બન્યા પછી પણ તેની મુશ્કેલીઓ ઓછી ન થઈ. એક સમય એવો હતો જ્યારે તેની કારકિર્દી જોખમમાં હતી. એકવાર તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવું લાગતું હતું કે તે ક્રિકેટ રમી શકશે નહીં.

6 / 13
આ ઈજાને કારણે તેને લગભગ 1 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું. પરંતુ સારવાર અને સખત મહેનત પછી, તે આ ઈજામાંથી સ્વસ્થ થયો અને ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો. પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

7 / 13
વરસાદ હોય કે તડકો, અશ્વિની સ્ટેડિયમમાં જવામાં ક્યારેય અચકાતો નહીં. ક્યારેક, તે સાયકલ દ્વારા પીસીએ એકેડેમી જતો અથવા લિફ્ટ લેતો અથવા શેર કરેલી ઓટોમાં જતો.

8 / 13
 અશ્વિની કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને તેના પહેલા જ બોલ પર આઉટ કર્યો અને આમ કરનાર મુંબઈ ઇન્ડિયન્સનો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. રહાણે ઉપરાંત, તેણે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલ જેવા અનુભવી ખેલાડીઓને આઉટ કર્યા હતા.

9 / 13
અશ્વિની કુમાર મોહાલીનો 23 વર્ષીય ડાબોડી મધ્યમ ઝડપી બોલર છે જે સ્થાનિક ક્રિકેટમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધી તેણે 2 ફર્સ્ટ ક્લાસ, 4 લિસ્ટ A અને 4 T20 મેચ રમી છે.

10 / 13
અશ્વિનીનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ પંજાબના મોહાલીના ઝાંઝરી ગામમાં થયો હતો. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અશ્વિનીએ બાળપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેમણે શેર-એ-પંજાબ ટી20 કપથી નામ મેળવ્યું હતુ.

11 / 13
23 વર્ષીય યુવા ખેલાડી અશ્વિનીએ IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું અને તેણે પોતાના ડેબ્યૂના પહેલા બોલ પર જ અજાયબીઓ કરી દીધી હતી.અશ્વિને તેના આઈપીએલ ડેબ્યૂના પહેલા જ બોલ પર વિકેટ લઈ તે IPLમાં આવું કરનાર કુલ 10મો બોલર બન્યો છે.

12 / 13
અશ્વિની કુમારને આઈપીએલ 2025ના મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખમાં ખરીદ્યો હતો. આ પહેલા તે પંજાબ કિંગ્સનો ભાગ હતો પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યુ ન હતુ. હવે આ સીઝનમાં તેમને ડેબ્યુ કરવાની તક મળી અને પોતાની તાકાત દેખાડી દીધી હતી.

13 / 13
 જસપ્રીત બુમરાહની જેમ, અશ્વિનીને પણ ડેથ ઓવરનો સ્પેશલિસ્ટ માનવામાં આવે છે અને તે બેટ્સમેનોને પેવેલિયન મોકલવા માટે જાણીતો છે. તે શેર-એ-પંજાબ ટી20 ટ્રોફી 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ત્યારથી મુંબઈ ઈન્ડિયન્સની નજર તેના પર હતી.