બહેન ડોક્ટર, 3 વર્ષની ઉંમરે બેટ હાથમાં લીધું, રન નહિ પરંતુ સિક્સરનો બાદશાહ છે 24 વર્ષનો ક્રિકેટર, જુઓ પરિવાર
અભિષેક શર્મા તેની ધમાકેદાર ઇનિંગ્સ અને સિક્સર ફટકારવા માટે પ્રખ્યાત છે. તેણે આઈપીએલમાં જ આની ઝલક બતાવી હતી. આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેણે 46 સિક્સર ફટકારી હતી. હાલમાં ઈંગ્લેન્ડ સામે યુવરાજ સિંહની સિક્સરનો રેકોર્ડ પણ તોડ્યો છે.
1 / 18
આજે આપણે એક એવા ક્રિકેટરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું, જેમણે માત્ર 3 વર્ષની વયે બેટ હાથમાં લીધું હતુ. આજે આ ખેલાડી રનનો નહિ પરંતુ મેદાન પર સિક્સ ફટકારવાનો વરસાદ કરી રહ્યો છે.
2 / 18
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝની પહેલી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાય હતી. અભિષેકે પોતાની આ ઈનિગ્સ દરમિયાન યુવરાજ સિંહનો 18 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. અભિષેકે પોતાની ઈનિગ્સ દરમિયાન 34 બોલનો સામનો કર્યો હતો, આ દરમિયાન કુલ 8 સિક્સ ફટકારી હતી.
3 / 18
અભિષેક શર્માનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ પંજાબના અમૃતસરમાં પિતા રાજકુમાર શર્મા અને માતા મંજુ શર્માને ત્યાં થયો હતો. શર્મા ત્રણ બહેનોમાં સૌથી નાનો છે, તેમની બે મોટી બહેનો કોમલ અને સોનિયા છે. તેમણે દિલ્હી પબ્લિક સ્કૂલમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.
4 / 18
અભિષેક શર્મા શુભમન ગિલનો બાળપણનો મિત્ર છે, અને તેઓ અંડર-14માં પંજાબ માટે ઇનિંગની શરૂઆત કરતા હતા.કોવિડ-19 લોકડાઉન સમયગાળા દરમિયાન યુવરાજ સિંહે અભિષેક શર્માને કોચિંગ આપવામાં ભૂમિકા ભજવી હતી.
5 / 18
કોઈપણ ખેલાડી માટે ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અભિષેક શર્માની વર્ષોની મહેનત રંગ લાવી છે. યુવા ખેલાડીના ડેબ્યૂથી તેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ખુશ છે. ખાસ કરીને તેની બહેન તેના ભાઈને ડેબ્યુ કરતા જોવા માટે ક્રેઝી હોય છે. તો આજે આપણે અભિષેક શર્માના પરિવાર વિશે જાણીશું.
6 / 18
છેલ્લા કેટલાક સમયથી દેશની પ્રતિષ્ઠિત લીગ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા અભિષેક શર્માને આખરે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી ગઈ છે. અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે, તે ડોક્ટર છે.
7 / 18
અભિષેક શર્મા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. તેણે જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. અને તેની બીજી મેચમાં તેની પ્રથમ T20I સદી ફટકારી હતી. તે ઓપનિંગ બેટ્સમેન અને સ્પિનર તરીકે રમે છે.
8 / 18
ઘરેલુ ક્રિકેટમાં, તે પંજાબનું પ્રતિનિધિત્વ કરે છે અને IPLમાં, તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે. અભિષેક શર્મા 2018 U19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો.
9 / 18
અભિષેક શર્માએ 2015-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે અંડર-16 ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં સદી ફટકારી હતી. તેણે તે ટુર્નામેન્ટમાં 109.09ની સરેરાશથી 1,200 રન બનાવ્યા હતા. ખેલાડીએ 2016-17 માં વિનુ માંકડ ટ્રોફીમાં પંજાબ માટે અંડર-19માં પ્રવેશ કર્યો હતો.
10 / 18
તેમણે 6 ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો. તેમણે 2023-24 સીઝનમાં પંજાબને તેમની પહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીત અપાવી અને ટુર્નામેન્ટના બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું હતુ, જેમાં દસ ઇનિંગ્સમાં 48.50ની સરેરાશ અને 192.46ના સ્ટ્રાઇક રેટ સાથે 495 રન બનાવ્યા, જેમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
11 / 18
અભિષેક શર્માએ 2018-19 વિજય હજારે ટ્રોફીમાં પંજાબ માટે રમ્યો હતો. 28 ફેબ્રુઆરી 2021ના રોજ, મધ્યપ્રદેશ સામે પંજાબ માટે રમતા, તેણે 42 બોલમાં લિસ્ટ A ક્રિકેટમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી ફટકારી હતી.
12 / 18
2018ની આઈપીએલ ઓક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. 12 મે 2018 ના રોજ, તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને19 બોલમાં 46 રન બનાવ્યા હતા.
13 / 18
2022 ટુર્નામેન્ટ માટે ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા તેમને ખરીદવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન, તેમણે 14 મેચ રમી અને 426 રન બનાવ્યા હતા. IPL 2024માં, તેમણે 27 માર્ચ 2024ના રોજ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી.
14 / 18
તેમણે 16 મેચમાં 484 રન બનાવ્યા, જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 200 જેટલો હતો અને ટુર્નામેન્ટમાં 42 છગ્ગા ફટકાર્યા. ટ્રેવિસ હેડ પછી, તે સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તે બીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. સનરાઇઝર્સ આખરે ફાઇનલમાં પહોંચ્યું પરંતુ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હાર મળી હતી.
15 / 18
અભિષેક શર્માએ શ્રીલંકામાં 2016 ACC અંડર-19 એશિયા કપ માટે કેપ્ટન તરીકે ભારતની અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું હતું.
16 / 18
2017માં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ યુવા ODI સીરિઝમાં ભારતીય અંડર-19 ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારત 3-1થી જીત્યું હતું.
17 / 18
તેમણે 2018 U19 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતની બધી મેચોમાં ભાગ લીધો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 50 રન બનાવ્યા હતા.
18 / 18
સુરતમાં રહેતી મોડલ તાન્યા સિંહના આત્મહત્યા કેસમાં ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવ્યું હતુ.વેસુ પોલીસ મથકે અભિષેક શર્માનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ઘણા સમયથી અભિષેક તાન્યા સાથે વાત ના કરતો હોવાનું સામે આવ્યું હતું,