
કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ લિસ્ટમાં સામેલ થયું છે. જેમણે ભારતને આઈસીસી ટૂર્નામેન્ટ જીતાડી હોય. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરી અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવી ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

ટૂર્નામેન્ટની શરુઆતથી જ અટકળો ચાલી રહી હતી કે, 35 વર્ષના સૂર્યકુમાર યાદવ આ ટૂર્નામેન્ટ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે. હવે તેમણે આ વિશે મોટી જાહેરાત કરી છે.

ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલની જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં સંન્યાસને લઈ ઉઠી રહેલા સવાલોનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો.

મેચ પછી તરત જ પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં હેડ કોચ ગૌતમ ગંભીરની સાથે સૂર્યકુમાર યાદવ પણ હતા. ત્યારે સૂર્યકુમાર યાદવે કહ્યું આટલું સરસ ચાલી રહ્યું છે તો સંન્યાસ વિશે વિચારવાની કોઈ જરુર નથી. ટુંકમાં સ્પષ્ટ કર્યું કે, તે સંન્યાસ લેતા નથી.

સૂર્યકુમાર યાદવનો આગામી ટાર્ગેટ જોઈએ તો.સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો આગળનો પ્લાન જણાવ્યો છે. સૂર્યકુમાર યાદવે કહ્યું હવે તેની નજર ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર છે.

આ સાથે ટી20 વર્લ્ડકપ 2028ની ઉપર પણ તેની નજર છે. ત્યારે કહી શકાય કે, સૂર્યકુમાર યાદવ હજુ અંદાજે 2 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા માંગે છે. કારણ કે, ટી20 વર્લ્ડકપની આગામી એડિશન 2028માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેજબાનીમાં રમાશે.

સૂર્યકુમાર યાદવે આ ટૂર્નામેન્ટમાં 9 મેચ રમી છે. જેમાં કુલ 242 રન બનાવ્યા છે. 2026 ટી20 વર્લ્ડકપમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે. જેમાં એક અડધી સદી પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ભારતનો આ ત્રીજો ટી20 વર્લ્ડકપનો ખિતાબ છે. આ ટૂર્નામેન્ટમાં ભારતે 2007 અને 2024માં ખિતાબ જીત્યું હતુ (ALL PHOTO : PTI).
Published On - 10:52 am, Mon, 9 March 26