
ઇશાન કિશને ODIમાં બેવડી સદી ફટકારી ચૂક્યો છેઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત, ઇશાન કિશન IPLમાં તેની શાનદાર બેટિંગ માટે પણ જાણીતો છે,ઈશાન કિશનની રુમર્ડ ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે જુઓ ઈશાન કિશનનું ફેમિલી ટ્રી.

ઇશાન પ્રણવ કુમાર પાંડે કિશન એક ભારતીય ક્રિકેટર છે. ઈશાન કિશન ડાબોડી બેટ્સમેન છે .ઈશાનનો જન્મ 18 જુલાઈ, 1998ના રોજ ભારતના બિહારના બોધ ગયામાં થયો હતો. ટૂંક સમયમાં તે ભારતીય ક્રિકેટમાં જાણીતું નામ બની ગયો છે.

ઈશાનના પરિવારના ઘણા સભ્યો પણ પટનામાં રહે છે. ઈશાન કિશન પટનાના અલગ-અલગ મેદાનો અને ગલીઓમાં ક્રિકેટ રમીને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સ્થાને પહોંચ્યો છે.

ઈશાન કિસનને રાજકિશન નામનો મોટો ભાઈ છે. ઈશાન અને બંને ભાઈઓ નાનપણથી જ ક્રિકેટ રમતા હતા. અને મોટા ભાઈ રાજકિશન રાજ્ય કક્ષાના ક્રિકેટર રહી ચૂક્યો છે. ઇશાન કિશનને 2017માં ગુજરાત લાયન્સ ટીમ તરફથી IPL રમવાની તક મળી હતી. અને ઈશાન કિશન આ ટીમનો ઓપનર બેટ્સમેન પણ હતો.

એ જ રીતે ઈશાન કિશને દિલ્હી પબ્લિક સ્કૂલ, પટનામાંથી શાળાનો અભ્યાસ કર્યો અને કોલેજ ઓફ કોમર્સ યુનિવર્સિટી, પટનામાંથી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

ઈશાન કિશનને એક ગર્લફેન્ડ છે. અદિતિ હાંડિયા જે લોકપ્રિય મોડલ અને ગ્લેમર છે. ઈશાન અને અદિતિ વચ્ચે લગભગ 3 વર્ષથી આ અફેર ચાલી રહ્યું છે પરંતુ અત્યાર સુધી તેઓએ ક્યારેય આ અંગે ખુલીને વાત કરી નથી.

તમને જણાવી દઈએ કે, ઈશાન કિશને અત્યાર સુધીમાં ટેસ્ટમાં તેણે 1 અડધી સદી અને એક 0 ફટકારી છે. ઈશાને ODIની 27 ઈનિંગમાં 42ની એવરેજથી 933 રન બનાવ્યા હતા. તેણે 30 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 744 રન પણ બનાવ્યા છે. 5 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં 91 મેચમાં કુલ 2324 રન બનાવ્યા છે.
Published On - 2:10 pm, Sat, 25 November 23