
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 11મી ઓવરમાં કુલદીપ યાદવને મેદાનમાં ઉતાર્યો. તેણે પોતાના પહેલા જ બોલ પર રચિન રવિન્દ્રને બોલ્ડ આઉટ કર્યો. ૨૯ બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા. કુલદીપનો જાદુ અહીં જ અટક્યો નહીં. કુલદીપે તેની આગામી ઓવરના બીજા બોલ પર કેન વિલિયમસનને આઉટ કર્યો. ન્યુઝીલેન્ડનો સ્કોર 69/1 થી વધીને 75/3 થઈ ગયો. કિવી ટીમ આ બે આંચકાઓમાંથી બહાર આવી શકી નહીં.

રવિવારે કેપ્ટન રોહિત શર્માના શાનદાર બેટિંગના બળ પર ભારતે ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં ચાર વિકેટથી હરાવીને રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 7 વિકેટે 251 રન બનાવ્યા. ભારતે 49મી ઓવરના છેલ્લા બોલ પર મેચ જીતી લીધી. રવિન્દ્ર જાડેજાએ વિજયી ચાર ફટકાર્યા. કેપ્ટન રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. (All Image - PTI)