
બેંગ્લુરુ ટેસ્ટના બીજા દિવસે વરસાદ બંધ થતાં રમત શરુ થઈ હતી. વરસાદ તો બંધ થઈ ચૂક્યો પરંતુ ન્યુઝીલેન્ડના બોલરોએ બોલનો વરસાદ કર્યો હતો. ન્યુઝીલેન્ડે પહેલી 10 ઓવર સુધીમાં ભારતના ટોપ બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધા હતા. ટીમ ઈન્ડિયાની આવી હાલત 18 વર્ષ બાદ જોવા મળી છે.

ટીમ ઈન્ડિયાએ બેગ્લુરું ટેસ્ટ પહેલી 10 ઓવરમાં માત્ર 12 રન બનાવ્યા હતા અને 3 વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 18 વર્ષમાં પોતાના ઘર પર પહેલી 10 ઓવરમાં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા વર્ષ 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ નાગપુરમાં પહેલી 10 ઓવરમાં 10 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી હતી મતલબ કે, છેલ્લા 23 વર્ષમાં ટીમ ઈન્ડિયાની ઘર આંગણે બીજી વખત ખરાબ હાલત થઈ છે.

બેંગ્લુરુ ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં પહેલી 10 ઓવરમાં ટીમ ઈન્ડિયાના ટોપ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. સૌથી પહેલા કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવી આઉટ થયો, ત્યારબાદ વિરાટ કોહલી તો ખાતું પણ ખોલી શક્યો નહતો. ત્યારબાદ સરફરાઝ ખાન ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. ઈરાની કપમાં બેવડી સદી ફટકાવનાર ક્રિકેટ પણ બેંગ્લુરુ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.

મેટ હેનરીએ સૌથી વધુ 5 વિકેટ લીધી છે. હવે સવાલ એ છે કે, ટીમની આટલી ખરાબ હાલત કેમ થઈ, શું ભારતીય બેટ્સમેને ખરાબ શોર્ટ રમ્યા કે પછી ન્યુઝીલેન્ડના બોલરે શાનદાર બોલિંગ કરી છે. તો સાચી વાત એ છે કે, આ પિચનો મહત્વનો રોલ રહ્યો છે.

કારણ કે, બેંગ્લુરુમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને પિચને કવરથી ઢાંકવામાં આવી છે. તેમ છતાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી અને પીચનો ફાયદો બોલરોને થયો. જેના કારણે ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. તે બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ 46 રનમાં આઉટ થઈ છે. ભારતમાં રમાયેલી કોઈપણ ટેસ્ટમાં આ તેનો સૌથી ઓછો સ્કોર છે.