
ઈંગ્લેન્ડે રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાય હતી. ટી 20 મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, 6 ફેબ્રુઆરી - પહેલી વનડે, નાગપુર (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે), 9 ફેબ્રુઆરી - બીજી વનડે, કટક (ભારતીય સમય મુજબ બપોરે 1: 30 વાગ્યે),12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે)

ભારતીય ટીમ માટે વનડે સીરિઝ ખુબ મહત્વની રહેવાની છે. તમને જણાવી દઈએ કે, વનડે સીરિઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ચાહકોની નજર રહેશે. આ બંન્ને ખેલાડી ટી20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.
Published On - 1:07 pm, Wed, 29 January 25