IND vs SL: સરફરાઝ ખાન બહાર, આ ખેલાડીની રમશે, ગાલે ટેસ્ટમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11ને લઈને મોટી અપડેટ સામે આવી છે. સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સામેલ કરાયેલા ખેલાડીને પ્રથમ ટેસ્ટમાં તક નહીં મળે તેવી શક્યતા છે. તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેનને રમાડવામાં આવી શકે છે. જાણો કેવી હશે ગાલેમાં ભારતની પ્લેઈંગ-11.

| Updated on: Aug 13, 2026 | 9:21 PM
1 / 5
સાઈ સુદર્શનની ઈજા બાદ સરફરાઝ ખાનને શ્રીલંકા બોલાવવામાં આવ્યો હતો. સ્પિન સામેની તેની મજબૂત બેટિંગને કારણે ગાલે ટેસ્ટમાં તેને તક મળવાની આશા હતી. જોકે, અહેવાલો પ્રમાણે પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને બહાર બેસવું પડી શકે છે.

2 / 5
સરફરાઝના સ્થાને ધ્રુવ જુરેલને પ્લેઈંગ-11માં સામેલ કરવાની શક્યતા છે. જુરેલે શ્રીલંકા સામેની પ્રેક્ટિસ દરમિયાન લાંબો સમય બેટિંગ કરી હતી અને સ્પિનરો સામે તૈયારી કરી હતી. તે છઠ્ઠા કે સાતમા ક્રમે બેટિંગ કરી શકે છે.

3 / 5
25 વર્ષીય જુરેલે અત્યાર સુધી 10 ટેસ્ટમાં 34.14ની સરેરાશથી 478 રન બનાવ્યા છે. જોકે, સ્પિનરો સામે તેની બેટિંગને લઈને સવાલો ઊભા થયા છે. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ રાખી શકે છે.

4 / 5
સરફરાઝ માટે આ નિરાશાજનક નિર્ણય હોઈ શકે છે. સ્પિનને અનુકૂળ પિચ પર રમવાનો તેનો અનુભવ ટીમ માટે ઉપયોગી બની શકે છે. છતાં, ગાલેમાં જુરેલને તક આપવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

5 / 5
ભારતની સંભવિત પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ,રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર, કુલદીપ યાદવ, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ. (PC:PTI/X)

Follow Us
Loading...
Unable to load recommendations.