
મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આ ખેલાડી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા ઈજાગ્રસ્ત થયો હતો. આ ખેલાડીના ઘૂંટણ અને પગની ઘૂંટી બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શમીનું પગની ઘૂંટીનું ઓપરેશન પણ થયું હતું.

તાજેતરમાં જ શમીએ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શમી ફરી એકવાર ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ક્યારે જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે, તેની પાસે રાજકોટમાં જ શ્રેણીમાં અજેય લીડ મેળવવાની તક છે. (All Photo Credit : PTI / X)