IND vs ENG : ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં શ્રેયસ અય્યરે 175 રન ફટકારી ટીકાકારોને ચૂપ કરી દીધા

અમદાવાદ સામેની ત્રીજી વનડેમાં શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી. તેણે પોતાના બેટથી 64 બોલમાં 78 રન બનાવ્યા. અય્યરે ODI શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીકાકારોને ચૂપ કરી દીધા છે અને હવે રોહિત અને ગંભીરની જોડી પણ કદાચ ચૂપ રહેશે.

| Updated on: Feb 12, 2025 | 6:26 PM
4 / 5
શ્રેયસ અય્યરે અમદાવાદ ODIમાં અડધી સદી ફટકારી અને ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અય્યરે 87.50ની સરેરાશથી 175 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઇક રેટ 122થી વધુ છે. મોટી વાત એ છે કે અય્યરે ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે આ સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો છે, જે ખરેખર અદ્ભુત છે.

5 / 5
2019 વર્લ્ડ કપ પછી શ્રેયસ અય્યર ભારત માટે નંબર 4 પર બેટિંગ કરનાર શ્રેષ્ઠ ખેલાડી છે. અય્યરે 2019 વર્લ્ડ કપ પછી નંબર 4 પર 1550થી વધુ રન બનાવ્યા છે અને તેની સરેરાશ 53.4 છે. નંબર 4 પર તે 103.3ના સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવતો ખેલાડી છે. એ સ્પષ્ટ છે કે આટલા શાનદાર પ્રદર્શન છતાં, જો કોઈ કોચ કે કેપ્ટન અય્યર જેવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનું વિચારે છે, તો આ વિશે શું કહી શકાય. (All Photo Credit : X / PTI)