
પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ જેટલા જ 387 રન બનાવ્યા હતા, આ રન ઘણા વધારે હોઈ શક્યા હોત પરંતુ ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં છેલ્લી 4 વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના નીચલા ક્રમના ખેલાડીઓએ ખાસ યોગદાન આપ્યું ન હતું, જેના કારણે ટીમને નુકસાન થયું.

કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડના વિકેટકીપર જેમી સ્મિથનો કેચ છોડી દીધો હતો. તે સમયે આ ખેલાડી ફક્ત પાંચ રન પર રમી રહ્યો હતો. આ જીવનદાન પછી જેમી સ્મિથે 46 વધુ રન ઉમેર્યા અને 51 રનની ઈનિંગ રમી, જેના કારણે ઈંગ્લેન્ડને 387 રન સુધી પહોંચવામાં મદદ કરી. (All Photo Credit : PTI / GETTY / X / ESPN)