
ભૂતપૂર્વ ક્રિકેટર મદન લાલે કહ્યું કે વિરાટ કોહલી હજુ બે વર્ષ રમી શકે છે અને ભારતના યુવાન ખેલાડીઓને માર્ગદર્શન આપી શકે છે. મદન લાલે અપીલ કરી કે કોહલીએ નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

મોહમ્મદ કૈફે કહ્યું કે શુભમન ગિલના વર્તનથી ઈંગ્લેન્ડને વધુ પ્રેરણા મળી. શુભમન ગિલ હજુ શીખી રહ્યો છે, તેની ટેકનિકમાં ખામી છે અને આવી હારથી કેપ્ટન તરીકે તેણે સુધારો કરવો પડશે.

ઈરફાન પઠાણે જણાવ્યું કે બોલરોએ વધારે એક્સ્ટ્રા રન આપ્યા જેણે મેચમાં ભારતની હારમાં મોટી ભૂમિકા ભજવી હતી. અડધા પણ ઓછા એક્સ્ટ્રા રન આપ્યા હોત તો મેચ જીતી શક્યા હોત. (All Photo Credit : PTI / GETTY)