
વોશિંગ્ટન સુંદરે છેલ્લી 2 T20 મેચ રમી હતી અને બંને મેચમાં તે બોલ અને બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે બે T20માં 32 રન બનાવ્યા અને માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

બંને T20 મેચમાં જુરેલનું બેટ પણ ચાલ્યું ન હતું. તેને રિંકુ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, આ ખેલાડીને યોગ્ય તક પણ મળી ન હતી. હવે પુણેમાં જુરેલને પ્લેઈંગ 11 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

શિવમ દુબેની ટીમ ઈન્ડિયાએ પસંદગી કરી ન હતી પરંતુ નીતિશ રેડ્ડીની ઈજાને કારણે તેને ટીમમાં તક મળી હતી. હવે શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે. તેનું મહત્વનું કારણ સ્પિનરો સામે તેની તાકાત છે. આદિલ રાશિદે ટીમ ઈન્ડિયાને T20 સિરીઝમાં ઘણા પરેશાન કર્યા છે, તેનો સામનો કરવા માટે શિવમ દુબેને ટીમમાં રાખવામાં આવ્યો છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન :સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit :X / BCCI)