IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, કોલકાતામાં લેવાશે મોટો નિર્ણય

|

Jan 21, 2025 | 5:00 PM

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માટે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર હશે. ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ પ્લેઈંગ-11 માંથી થશે બહાર થશે એ નિશ્ચિત છે, પરંતુ તે કોણ હશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, તેના પર એક નજર કરીએ.

1 / 8
મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ સામે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન હોવાના કારણે અક્ષર પટેલનું રમવાનું નિશ્ચિત છે.

2 / 8
સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગમાં મેદાનમાં ઉતરશે. સંજુ વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળતો જોવા મળશે. તિલક વર્મા ત્રીજા નંબર પર રમશે. સેમસન, તિલક અને અભિષેકે 2024માં દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીમાં સંજુ અને તિલક બે-બે સદી ફટકારી ચૂક્યા છે.

3 / 8
રિંકુ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં બેટિંગમાં ટીમ ઈન્ડિયાને મજબૂતી પૂરી પાડશે. હાર્દિક અને અક્ષર બેટની સાથે સાથે બોલથી પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

4 / 8
બોલિંગની વાત કરીએ તો લાંબા સમય બાદ ઈજામાંથી પરત ફરી રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત છે. અર્શદીપ સિંહ તેને સપોર્ટ કરશે.

5 / 8
અર્શદીપે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે T-20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

6 / 8
સ્પિન વિભાગની જવાબદારી વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈના હાથમાં રહેશે.

7 / 8
જે ચાર ખેલાડીઓ પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે તે છે નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણા.

8 / 8
પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. (All Photo Credit : PTI / X / BCCI)

Published On - 4:58 pm, Tue, 21 January 25

Next Photo Gallery