
રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ચાર દ્વિપક્ષીય ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને હવે ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ જીત અપાવી છે. રોહિત શર્માએ વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા હતા, કોહલી અને ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 3-3 વખત વિરોધી ટીમોને ક્લીન સ્વીપ કર્યા હતા.

છેલ્લા 14 વર્ષમાં ભારતીય ટીમે વનડે શ્રેણીમાં સૌથી વધુ ક્લીન સ્વીપ હાંસલ કર્યા છે. ટીમ ઈન્ડિયાએ આ પરાક્રમ 12 વાર કર્યું છે. ન્યુઝીલેન્ડ 10 ક્લીન સ્વીપ જીત સાથે બીજા સ્થાને છે.

શુભમન ગિલે અમદાવાદ વનડેમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ગિલ 2500 ODI રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત, તેણે સૌથી ઓછી ઈનિંગ્સમાં 7 ODI સદી ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

શુભમન ગિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે. આ ઉપરાંત તેણે આ મેદાન પર IPL સદી પણ ફટકારી છે.

વિરાટ કોહલીએ એશિયન દેશોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 16 હજાર રન પણ પૂરા કર્યા. તેણે સચિન તેંડુલકર કરતા ઓછી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ આંકડો હાંસલ કરવા માટે વિરાટને 340 ઈનિંગ્સ લાગી, જ્યારે સચિને આ માટે 353 ઈનિંગ્સ રમી હતી. (All Photo Credit : X / BCCI / PTI)
Published On - 10:15 pm, Wed, 12 February 25