IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં જ શુભમન ગિલે ફટકારી શાનદાર સદી

યુવા ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગ એવા મહત્વપૂર્ણ સમયે રમી હતી જ્યારે ટીમ ઈન્ડિયાને ખૂબ જરૂર હતી. આ તેની વનડે કારકિર્દીની આઠમી સદી છે. આ શુભમન ગિલની ICC ઈવેન્ટમાં પહેલી સદી છે.

| Updated on: Feb 20, 2025 | 11:03 PM
4 / 5
શુભમન ગિલે આ મેચમાં 129 બોલમાં અણનમ 101 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ મેચ વિનિંગ ઈનિંગ સાથે શુભમને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ભારત માટે સૌથી ઓછી ઈનિંગ્સમાં 8 વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 51 ODI ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો. તેણે 57 વનડે ઈનિંગ્સમાં 8 સદી ફટકારી હતી.

5 / 5
આ સદી સાથે શુભમન ગિલ પણ સચિન તેંડુલકરની એક ખાસ યાદીમાં જોડાઈ ગયો છે. હકીકતમાં તે ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના ડેબ્યૂ મેચમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, મોહમ્મદ કૈફ અને શિખર ધવન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સચિન તેંડુલકરે 1998માં, મોહમ્મદ કૈફે 2002માં અને શિખર ધવને 2013માં પોતાના ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારી હતી. (All Photo Credit : PTI)