IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત સાથે શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું

|

Feb 20, 2025 | 10:29 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પહેલી મેચમાં શમી, અક્ષર અને હર્ષિતની દમદાર વિકેટ ટેકિંગ બોલિંગ છતાં બાંગ્લાદેશે ભારત સામે સારી બેટિંગ કરી 228 રન બનાવ્યા અને 229 રનનો સન્માનજનક ટાર્ગેટ ભારતને આપ્યો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે બાંગ્લાદેશે દુબઈની મુશ્કેલ પિચ પર 229 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરવા દીધો ન હતો. જોકે શુભમન ગિલ અને કેએલ રાહુલની સમજદારી પૂર્વકની બેટિંગના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.

1 / 6
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું.

2 / 6
ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પણ બાંગ્લાદેશ માટે સારો સાબિત થયો નહીં. પહેલી અને બીજી ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ નવમી ઓવર સુધીમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી શમીએ 2 વિકેટ લીધી હતી. નવમી ઓવરમાં અક્ષર પટેલે સતત બે વિકેટ લીધી, પરંતુ રોહિત શર્માએ ઝાકિર અલીનો કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો.

3 / 6
આ ડ્રોપ કેચનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડ્યું. ઝાકિર અલી અને તૌહીદ હૃદયોયે છઠ્ઠી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ પણ કેચ છોડીને તૌહીદને જીવનદાન આપ્યું. બંને બેટ્સમેનોએ આનો ફાયદો ઉઠાવ્યો અને આ અદ્ભુત ભાગીદારીથી ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા.

4 / 6
ઝાકીરને આઉટ કરીને શમીએ ODIમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરી. આ દરમિયાન, તૌહીદે ODI ક્રિકેટમાં પોતાની પહેલી સદી પૂર્ણ કરીને દિવસને યાદગાર બનાવી દીધો. જોકે, શમીએ છેલ્લા બેટ્સમેનોને વધુ સમય સુધી ટકી રહેવા દીધા નહીં અને 5 વિકેટ લઈને બાંગ્લાદેશની ઈનિંગને 228 રન પર સમેટી દીધી.

5 / 6
229 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતને કેપ્ટન રોહિત અને વાઈસ કેપ્ટન શુભમને સારી શરૂઆત અપાવી. રોહિત 36 બોલમાં 41 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ વિરાટ, શ્રેયસ અને અક્ષર લાંબો સમય ટકી શક્યા નહીં અને 22, 15 અને 8  રન બનાવી આઉટ થયા.

6 / 6
જોકે ત્યારબાદ ક્રિઝ પર આવેલ કેએલ રાહુલે સમજદારી પૂર્વક બેટિંગ કરી અને સેટ બેટ્સમેન ગિલને સારો સપોર્ટ કર્યો. ગિલે તેની સદી પૂરી કરી અને બાદમાં આ બંને બેટ્સમેનોએ ટીમને આસાનીથી જીત અપાવી. (All Photo Credit : PTI / GETTY / X)