IND vs AUS : સિડની ટેસ્ટમાં પહેલા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ભારતથી 176 રન પાછળ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. જેના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે પ્રથમ દાવમાં 185 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 9 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં ભારતથી 176 રન પાછળ છે.