IND vs AUS: અશ્વિન-જાડેજાને બહાર રાખવા યોગ્ય છે… એડિલેડ ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિતે આ શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ પહેલા રવીન્દ્ર જાડેજા-રવિચંદ્રન અશ્વિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ બંને ખેલાડીઓને પર્થ ટેસ્ટ મેચની પ્લેઈંગ 11માંથી બહાર રાખવામાં આવ્યા હતા. કેપ્ટન રોહિતે મેનેજમેન્ટના આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

| Updated on: Dec 05, 2024 | 7:45 PM
4 / 5
રોહિતે બીજી ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'દુર્ભાગ્યવશ હું તેમને એ સમાચાર આપવા ત્યાં નહોતો કે તેઓ પહેલી મેચ નથી રમી રહ્યા. જાડેજા અને અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓને બહાર રાખવા હંમેશા મુશ્કેલ હોય છે, તે ક્યારેય આસાન હોતું નથી. પરંતુ આ નિર્ણય તે સમયે ટીમ માટે જે કંઈ શ્રેષ્ઠ હતું તેના આધારે લેવામાં આવ્યો હતો અને તે સમયે મેનેજમેન્ટને જે યોગ્ય લાગ્યું હતું, આખી શ્રેણી દરમિયાન જે યોગ્ય લાગશે અમે તે જ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ મને લાગે છે કે તે શ્રેણીની બાકીની મેચોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

5 / 5
રોહિત શર્માએ આ દરમિયાન વોશિંગ્ટન સુંદરના વખાણ કર્યા હતા. વોશિંગ્ટનને શ્રેણીની પ્રથમ મેચમાં રમવાની તક મળી હતી અને તે આ તકનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યો હતો. રોહિતે કહ્યું, 'તે ઘણો સારો ઓલરાઉન્ડર છે. અમે જોયું છે કે તે બોલ અને બેટથી શું કરી શકે છે. તેની પાસે વિશ્વમાં ગમે ત્યાં રમવા માટે નક્કર ટેકનિક છે અને જ્યારે તેના જેવા ખેલાડીઓ ટીમમાં હોય છે, ત્યારે તમને આત્મવિશ્વાસ મળે છે. હું આશા રાખું છું કે તે ઈજાઓથી દૂર રહે અને ઈજાગ્રસ્ત ન થાય કારણ કે તેના જેવો ખેલાડી હંમેશા અમારી ટીમ માટે મહત્વપૂર્ણ છે. (All Photo Credit : PTI / Getty)