
ધ્રુવ જુરેલની બંને ઈનિંગ્સની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેણે દબાણમાં ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. એક છેડેથી વિકેટો પડતી રહી, પરંતુ તે બીજા છેડે તે ટકી રહ્યો. ટીમના મુખ્ય બેટ્સમેન આઉટ થયા બાદ તેણે બોલરો સાથે મળીને ઈનિંગને આગળ ચલાવી. સમગ્ર મેચમાં ભારત A એ કુલ 810 બોલનો સામનો કર્યો હતો, જેમાંથી એકલા જુરેલે 308 બોલ રમ્યા હતા.

જુરેલને આ રીતે એકલા લડતા જોઈને કોમેન્ટેટર્સ પણ તેની પ્રશંસા કરતા રોકી શક્યા નહીં અને તેની સરખામણી વિરાટ કોહલી સાથે કરી. ઓસ્ટ્રેલિયામાં સતત વિકેટો ગુમાવવાથી ઘણીવાર ઈનિંગ્સ લથડવાનો ડર રહે છે. આવી સ્થિતિમાં છઠ્ઠા નંબર પર ભારતીય ટીમને એવા બેટ્સમેનની જરૂર છે જે દબાણનો સામનો કરી શકે અને નીચલા ક્રમ સાથે બેટિંગ કરવામાં માહિર હોય. (All Photo Credit : PTI)