IND vs AFG: IPL બાદ ફરી ટકરાયા વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહ, જાણો આ 4 બોલમાં શું થયું?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જસપ્રીત બુમરાહ અને વૈભવ સૂર્યવંશી વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી. IPL 2026 બાદ ફરી આ બંને સ્ટાર સામ-સામે હતા. બુમરાહે વૈભવને 4 બોલ ફેંક્યા હતા. ચાલો જાણીએ આ 4 બોલમાં શું થયું?

| Updated on: Sep 12, 2026 | 9:27 PM
1 / 8
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણી પહેલા દિલ્હીમાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન બુમરાહ અને વૈભવ વચ્ચેની ટક્કર ચર્ચામાં આવી છે.

2 / 8
બુમરાહ લગભગ બે મહિના બાદ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ હવે તે સંપૂર્ણ રીતે ફિટ થઈને મેદાન પર પરત ફર્યો છે.

3 / 8
IPL 2026માં બંને પ્રથમ વખત આમને-સામને આવ્યા હતા. ત્યારે વૈભવે બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો અને એ જ ઓવરમાં વધુ એક છગ્ગો માર્યો હતો.

4 / 8
જોકે, અરુણ જેટલી સ્ટેડિયમના નેટ્સમાં બુમરાહે તેનો હિસાબ સરભર કર્યો હોય તેવું જોવા મળ્યું. પેસરે સતત ચાર બોલથી વૈભવને મુશ્કેલીમાં મૂક્યો.

5 / 8
શરૂઆતના બે બોલ પર વૈભવ શોટ રમવાનો પ્રયાસ કરવા છતાં બોલને સ્પર્શી શક્યો નહીં. ત્યારબાદ બુમરાહે શાનદાર યોર્કર નાખ્યો, જેને વૈભવે પગથી રોક્યો હતો.

6 / 8
ચોથા બોલ પર વૈભવ કેચ આઉટ થયો હોય તેવું દૃશ્ય સર્જાયું. જોકે, નેટ પ્રેક્ટિસ હોવાથી આ કેચ ગણવામાં આવ્યો નહીં.

7 / 8
વૈભવે બાદમાં પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. તેમ છતાં સમગ્ર સત્ર તેના માટે ખાસ સારું રહ્યું નહીં અને અન્ય ઝડપી બોલરો સામે પણ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો.

8 / 8
અર્શદીપ સિંહ અને યશ ઠાકુર સામે પણ વૈભવ ઘણી વખત નિષ્ફળ રહ્યો. ફિલ્ડિંગ દરમિયાન તેણે બે-ત્રણ કેચ પણ છોડ્યા, પરંતુ આ અનુભવ યુવા ખેલાડી માટે મહત્વનો સાબિત થઈ શકે છે. (PC:PTI/X/BCCI)

Published On - 9:23 pm, Sat, 12 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.