Breaking News : બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન શ્રેયસ ઐયર બહાર થયો

IND A vs AUS A: ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાનારી બીજી મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહી.પહેલી ટેસ્ટ મેચમાં તેનું સારું પ્રદર્શન રહ્યું ન હતું.બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યર બહાર રહેશે.

| Updated on: Sep 23, 2025 | 10:24 AM
1 / 6
ઈન્ડિયાએ અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે 4 દિવસની મેચ સીરિઝ રમાઈ રહી છે. જેના માટે ઈન્ડિયા એનો કેપ્ટન શ્રેયસ અય્યરને બનાવવામાં આવ્યો હતો. પહેલી મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરતા જોવા મળ્યો હતો અને આ મેચ ડ્રો સાથે પૂર્ણ થઈ હતી. હવે રિપોર્ટ સામે આવી રહ્યો છે કે, બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યર બહાર રહેશે. તેના સ્થાને અન્ય ખેલાડી ઈન્ડિયા એની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

2 / 6
મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા એ સાથે રમાનારી બીજી મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. પરંતુ તેમણે નામ કેમ પરત લીધું છે. તેની હજુ પુષ્ટિ થઈ નથી. હવે બીજી મેચમાં રજત પાટીદાર ઈન્ડિયા એની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે.

3 / 6
ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ 23 સપ્ટેમ્બર, મંગળવારથી લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.જ્યારે ધ્રુવ ઝુરેલ વાઈસ કેપ્ટન હશે. 19 સપ્ટેમ્બરના રોજ લખનૌમાં પૂર્ણ થયેલી પહેલી મેચમાં ટીમની કેપ્ટનશીપ કર્યા બાદ લખનૌ થી મુંબઈ પરત આવ્યો હતો.

4 / 6
રિપોર્ટ મુજબ અય્યરે કોઈ અંગત કારણોસર બીજી મેચમાંથી પોતાનું નામ પરત લીધું છે.

5 / 6
 બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચની વાત કરીએ તો, આ મેચમાં બધાની નજર કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ પર રહેશે.

6 / 6
 ઈન્ડિયા A ની ટીમ આ પ્રકારે છે. અભિમન્યુ ઈશ્વરન, એન જગદીસન, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, હર્ષ દુબે, આયુષ બડોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ, ખલીલ અહમદ, માનવ સુથાર, યશ ઠાકુર, કે.એલ રાહુલ અને મોહમ્મદ સિરાજ