ICC Test Ranking: રોહિત શર્મા-યશસ્વી જયસ્વાલ ટોપ-10માં, જો રૂટ બન્યો વિશ્વનો નંબર-1 બેટ્સમેન
ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. કેન વિલિયમ્સન તેની નંબર 1 રેન્કિંગ ગુમાવી બેઠો છે. હવે ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. લેટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને ફાયદો થયો છે.
1 / 5
લાંબા સમયથી ICC ટેસ્ટ રેન્કિંગમાં રાજ કરી રહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમ્સને પોતાનું નંબર-1 સ્થાન ગુમાવ્યું છે. હવે જો રૂટ ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં કિંગ બની ગયો છે.
2 / 5
ઈંગ્લેન્ડના જો રૂટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના માટે તેને ઈનામ મળ્યું હતું. જો રૂટે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચમાં 291 રન બનાવ્યા હતા અને પોતાના બેટથી સદી પણ ફટકારી હતી. આ રીતે જો રૂટે તેનું નંબર 1 રેન્કિંગ પાછું મેળવી લીધું છે. જો રૂટ 2015માં વિશ્વનો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બન્યો હતો.
3 / 5
વર્તમાન બેટ્સમેનોમાં જો રૂટને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી માનવામાં આવે છે. આ ખેલાડીના ટેસ્ટ રનનો આંકડો 12 હજારને પાર કરી ગયો છે. તેની બેટિંગ એવરેજ 50થી વધુ છે. તેણે 32 ટેસ્ટ સદી ફટકારી છે અને તેના નામે 63 અડધી સદી પણ છે. આ સિવાય તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ સદી પણ રૂટના નામે છે.
4 / 5
ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને પણ ફાયદો થયો છે. રોહિત શર્મા સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વિરાટ કોહલી 10માં નંબર પર છે. યશસ્વી જયસ્વાલ પણ ટોપ 10 રેન્કિંગમાં યથાવત છે. જયસ્વાલનું ટેસ્ટ રેન્કિંગ 8 છે.
5 / 5
T20 રેન્કિંગની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલે પણ પોતાની તાકાત બતાવી છે. આ ખેલાડી ટોપ 5માં પ્રવેશી ગયો છે. જયસ્વાલે 2 બેટ્સમેનોને પાછળ છોડીને 4 નંબરનું સ્થાન મેળવ્યું છે. આ ખેલાડીએ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન બંનેને પાછળ છોડ્યા છે.
Published On - 5:26 pm, Wed, 31 July 24