
ભારતે લીગ તબક્કામાં ચારેય મેચ જીતતાં આત્મવિશ્વાસ સાથે સુપર-8 માં પ્રવેશ કર્યો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ટીમ મજબૂત લયમાં દેખાઈ રહી છે. ચાહકોને આશા છે કે આ વખતે પણ ભારત ખિતાબ જીતવાની દિશામાં આગળ વધશે. સુપર-8 માં મજબૂત શરૂઆત માટે દક્ષિણ આફ્રિકા સામેની મેચ મહત્વપૂર્ણ છે.

T20 વર્લ્ડ કપ 2026 નો આ હાઈ-પ્રોફાઇલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટી સંખ્યામાં દર્શકોને આવકારવા તૈયાર છે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.

ભારત-દક્ષિણ આફ્રિકા સુપર-8 મેચ માટે ટિકિટ દર્શકો BookMyShow ની વેબસાઇટ અથવા મોબાઇલ એપ દ્વારા સરળતાથી ટિકિટ બુક કરી શકે છે. બુકિંગ પ્રક્રિયા સરળ અને ઝડપી છે.

ટિકિટ બુક કરવા માટે પ્રથમ ‘Sports’ વિભાગ પસંદ કરો અથવા સીધું અમદાવાદ પર ક્લિક કરો ત્યારબાદ ભારત vs દક્ષિણ આફ્રિકા સુપર-8 મેચ પસંદ કરો અને ‘બુક ટિકિટ’ વિકલ્પ પર ક્લિક કરો. પછી ઉપલબ્ધ સ્ટેન્ડ મુજબ સીટ પસંદ કરી ચુકવણી પૂર્ણ કરો.

ચુકવણી થયા બાદ ડિજિટલ એમ-ટિકિટ તમારા BookMyShow પ્રોફાઇલ વિભાગમાં ઉપલબ્ધ થશે. મેચના દિવસે QR કોડ જનરેટ થશે, જે સ્ટેડિયમ પ્રવેશ માટે જરૂરી રહેશે. દર્શકોને સમયસર સ્ટેડિયમ પહોંચવાની સલાહ આપવામાં આવે છે.

ટિકિટના ભાવ ₹1,000 થી શરૂ થઈ ₹25,000 સુધી જાય છે. સ્ટેન્ડ અને સુવિધાઓ અનુસાર ભાવ નક્કી થાય છે. લોકપ્રિય મેચને ધ્યાનમાં રાખીને ટિકિટ વહેલી તકે વેચાઈ જવાની શક્યતા છે, તેથી ચાહકોને વહેલી બુકિંગ કરવાની ભલામણ કરવામાં આવે છે. (PC: PTI/BookMyShow/X)