T20 WC Breaking : 2007 થી 2026… પહેલા થી દસમા T20 વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયાનો એકમાત્ર ‘સારથી’, જાણો કોણ છે આ દિગ્ગજ

2007 માં રમાયેલ સૌપ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું ચેમ્પિયન બનવું એક ઐતિહાસિક ક્ષણ હતી. તે સમયની વિજયી ટીમમાંથી હવે માત્ર એક જ ચહેરો એવો છે, જે 2026 T20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમમાં સામેલ છે. હાલ ચાલી રહેલા વર્લ્ડ કપમાં પણ ટીમના માર્ગદર્શન અને વ્યૂહરચનામાં તેની ભૂમિકા ખાસ બની રહી છે. જાણો કોણ છે આ સ્ટાર ખેલાડી.

| Updated on: Feb 12, 2026 | 11:56 PM
1 / 6
2007 માં સૌપ્રથમ T20 વર્લ્ડ કપ યોજાયો હતો જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આ ઐતિહાસિક જીતને 20 વર્ષ વીતી ચૂક્યા છે અને આ ટીમમાં સામેલ તમામ ખેલાડીઓ નિવૃત્તિ લઇ ચૂક્યા છે. પણ એક ખેલાડી એવો છે જે આજે પણ ટીમમાં સામેલ છે અને T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમને ફરી ચેમ્પિયન બનાવવા તૈયાર છે.

2 / 6
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગૌતમ ગંભીર છે. ગૌતમ ગંભીર હાલ ભારતીય મેન્સ ક્રિકેટ ટીમનો હેડ કોચ છે, પરંતુ 2007 માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં ગૌતમ ગંભીર ભારતનો સૌથી સફળ બેટ્સમેન હતો. ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે તેની 75 રનની જંગી ઈનિંગે ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરની બેટિંગ T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મજબૂત આધાર બની હતી.

3 / 6
ગંભીરે માત્ર T20 જ નહીં પરંતુ 2011 ના ODI વર્લ્ડ કપમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા સામેની ફાઈનલમાં તેની 97 રનની ઈનિંગ આજે પણ ક્રિકેટપ્રેમીઓના દિલમાં તાજી છે. મોટા મંચ પર જવાબદારી સ્વીકારીને ટીમને સંકટમાંથી બહાર કાઢવાની ગંભીરની ક્ષમતા તેમને વિશેષ બનાવે છે.

4 / 6
ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા બાદ પણ ગૌતમ ગંભીરનો ભારતીય ક્રિકેટ સાથેનો સંબંધ તૂટ્યો નથી. તેણે કોચિંગ અને માર્ગદર્શન દ્વારા યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાનું કાર્ય સંભાળ્યું છે. 2026 ના વર્લ્ડ કપમાં તે હેડ કોચ તરીકે ટીમ મેનેજમેન્ટનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે, જે તેની અનુભવો અને દૃઢ નિશ્ચયનું પ્રતિબિંબ છે.

5 / 6
ગંભીર પોતાની સ્પષ્ટ વક્તવ્ય શૈલી અને નિર્ભય વ્યક્તિત્વ માટે જાણીતો છે. મેદાન પર હોય કે મેદાનની બહાર, તે હંમેશા ટીમ અને દેશના હિતમાં બોલતો આવ્યો છે. ખેલાડી તરીકેના તેના અનુભવો હવે કોચિંગમાં ઉપયોગી બની રહ્યા છે, જેના કારણે ટીમને વ્યૂહાત્મક મજબૂતી મળી રહી છે.

6 / 6
2007 ના પ્રથમ T20 વર્લ્ડ કપથી લઈને 2026 ના દસમા T20 વર્લ્ડ કપ સુધી ગૌતમ ગંભીરનું ભારતીય ક્રિકેટ સાથે કનેક્શન એક પ્રેરણાદાયી સફર છે. ખેલાડીથી કોચ સુધીની તેમની યાત્રા બતાવે છે કે સમર્પણ અને દેશપ્રેમ હોય તો સમય ક્યારેય અવરોધ બની શકતો નથી. ટીમ ઇન્ડિયાની સફળતાઓમાં તેનો ફાળો સદાય સ્મરણિય રહેશે. (PC: PTI/X)

Published On - 11:48 pm, Thu, 12 February 26