
અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી સુપર 8 મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા તેમની આગામી મેચ માટે ચેન્નાઈ પહોંચી છે.

ચેન્નાઈ પહોંચ્યા પછી રિંકુ સિંહને આઘાતજનક સમાચાર મળ્યા, જેના કારણે તેને ભારતીય ટીમનું કેમ્પ છોડીને ઘરે પાછા ફરવાની ફરજ પડી.

અહેવાલો અનુઅહેવાલો અનુસાર, 2026 ના T20 વર્લ્ડ કપ દરમિયાન રિંકુ સિંહના અચાનક ઘરે પાછા ફરવાનું કારણ તેના પિતા સાથે સંબંધિત છે. સાર, 2026 ના T20 વર્લ્ડ કપ દરમિયાન રિંકુ સિંહના અચાનક ઘરે પાછા ફરવાનું કારણ તેમના પિતા સાથે સંબંધિત છે.

અહેવાલ છે કે રિંકુ સિંહના પિતાની તબિયત ગંભીર રીતે બગડી ગઈ છે. તેમને ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ મંગળવારે સવારે ચેન્નાઈથી ઘરે જવા માટે રવાના થયો હતો. તેના પિતા વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. (PC: PTI/X)
Published On - 8:33 pm, Tue, 24 February 26