
સુપર 8 રાઉન્ડમાં ગ્રુપ 1 ની ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે, તેથી ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ હવે સ્પષ્ટ છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સાથે ગ્રુપ 1 માં સામેલ છે.

સુપર 8 રાઉન્ડ 21 ફેબ્રુઆરી શનિવારથી શરૂ થશે, પરંતુ ટીમ ઈન્ડિયા સુપર 8 રાઉન્ડમાં રવિવાર 22 ફેબ્રુઆરીથી પોતાની સફર શરૂ કરશે.

સુપર 8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયા સૌથી પહેલા દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ ભારતની જેમ ગ્રુપ D માં ટોપ પર રહી સુપર 8 રાઉન્ડમાં ક્વોલિફાય કર્યું છે.

સુપર 8 રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની બીજી મેચ ઝિમ્બાબ્વે સામે થશે. આ મેચ ચેન્નાઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. ઝિમ્બાબ્વેએ ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયા સુપર 8 ની પોતાની અંતિમ મેચ બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. વેસ્ટ ઈન્ડિઝ પણ ભારત અને આફ્રિકાની જેમ પોતાના ગ્રુપમાં ટોપ પર રહીને ક્વોલિફાય થયું છે. આ મેચ કોલકાતામાં ઈડન ગાર્ડન્સમાં રમાશે.

આ તમામ મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યે શરુ થશે. સુપર 8 રાઉન્ડમાં ટોપ 4 માં રહેનાર ટીમો સેમિ ફાઈનલમાં ક્વોલિફાય થશે. (PC: PTI/X)