
ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઈનલ જીતવા ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવનમાં મેદાનમાં ઉતારશે એ મોટો પ્રશ્ન છે. ઈંગ્લેન્ડ સામે બેસ્ટ ક્રિકેટ રમવા ટીમ ઈંન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે રમનાર ટીમને જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેદાનમાં ઉતારવામાં આવશે. આનો અર્થ એ થયો કે સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા અભિષેક શર્માને પણ સેમિફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.

કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં રમશે નહીં.

ટીમ ઈન્ડિયાએ તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું ભારતીય ટીમ તેની ઓપનિંગ જોડી બદલશે. અભિષેક શર્મા ઓપનિંગમાં સતત નિષ્ફળ રહ્યો છે. તે સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે.

અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. જોકે, વાનખેડે સ્ટેડિયમમાં અભિષેક શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેણે આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે સદી પણ ફટકારી હતી.

T20 વર્લ્ડ કપમાં હંમેશા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી છે. બંને ટીમો અત્યાર સુધી પાંચ મેચ રમી છે, જેમાં ભારતે ત્રણ અને ઇંગ્લેન્ડે બે મેચ જીતી છે. ગયા T20 વર્લ્ડ કપમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે, કોણ જીતશે તે જોવાનું બાકી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. (PC: PTI/X)