
T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક બનવાની છે. સેમિફાઇનલમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ વધારો થયો છે.

ટી20 વર્લ્ડકપ ફાઇનલ પહેલા અમદાવાદના એરફેરમાં તોતીંગ વધારો થયો છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઇનલની અસર એરફેર પર જોવા મળી છે. રવિવારનું મુંબઇ-અમદાવાદ વન-વે ફેર 17 હજાર અને રિટર્ન 12 હજાર છે. તો દિલ્હી-અમદાવાદ વન-વે ફેર 13 હજાર અને રીટર્ન 14500 હજાર રુપિયા છે.

ચેન્નાઇ-અમદાવાદ રવિવારનું વન-વે એરફેર 6 હજારથી વધી 17 હજાર થયું છે. ત્યારે કોલકત્તા-અમદાવાદ રવિવારનું એર-ફેર 5000 થી વધી 17 હજાર થયું છે. બિઝનેસ ક્લાસની ટીકીટ 35 થી 40 હજાર સુધી જઇ શકે છે.સામાન્ય રીતે માર્ચ મહિનામાં પરીક્ષાઓ હોવાથી એરફેર નીચા હોય છે.

મુંબઇ અને અમદાવાદ વચ્ચે માર્ચ મહિનામાં સામાન્ય દર ત્રણ હજારની આજુબાજુમાં હોય છે.દિલ્હી-અમદાવાદ માર્ચ મહિનામાં સામાન્ય રીતે 3-4 હજાર હોય છે ફાઇનલ મેચના પગલે એક્સ્ટ્રા ફ્લાઇટ મુકાઇ શકે છે, તેમજ એરફેર વધી શકે છે.

ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને સતત બીજી વખત જીતવાનો પ્રયત્ન કરશે. ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ પણ ટીમ અત્યારસુધી સતત 2 વખત ખિતાબ જીતી શકી નથી.પરંતુ ભારતીય ટીમ આ કારનામાથી માત્ર 1 ડગલું દુર છે.

ન્યુઝીલેન્ડની ટીમની નજર પહેલી ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીતવા પર છે. આ સિવાય ભારતે ટી20 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડને ક્યારે પણ હરાવ્યું નથી. (photo : canva /cricket team)