
ગ્રુપ બીમાં ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ છે. બંન્ને ટીમને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગ્રુપ એનો ભાગ છે.

જેમાં તેમણે બાંગ્લાદેશ સાથે મેચથી પોતાના અભિયાનની શરુઆત કરી હતી. પરંતુ તેનો રન રેટ ન્યુઝીલેન્ડથી ઓછો હોવાને કારણે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનને હાર આપી હતી. તેનો સારો નેટ રનરેટ હોવાથી પહેલા નંબર પર છે. તો પાકિસ્તાન ગ્રુપએમાં છેલ્લા સ્થાને છે. બાંગ્લાદેશ ત્રીજા સ્થાને પર છે.