
ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર IPL 2025માં KKR માટે સૌથી મોંઘો ખેલાડી છે. તે આ સિઝનનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી તેણે પોતાની પહેલી જ મેચમાં શું કર્યું? વેંકટેશ અય્યરનો દાવ 6 રનથી આગળ વધી શક્યો નહીં. તે RCB સામે ક્લીન બોલ્ડ થયો હતો અને KKR મેચ પણ હાર્યું.

પંજાબ કિંગ્સે IPL 2025 માટે અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ આ બંને બોલરોને 18-18 કરોડ રૂપિયા આપ્યા છે. IPL 2025ની પહેલી મેચમાં બંનેના પ્રદર્શન વિશે વાત કરીએ તો, અર્શદીપે 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે ચહલે 3 ઓવરમાં 34 રન આપ્યા પણ તેને કોઈ વિકેટ મળી નહીં.

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ગુજરાત ટાઈટન્સે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ શું મેદાન પર તેમનું પ્રદર્શન પહેલા જેવું રહ્યું છે? પંજાબ કિંગ્સ સામે રમાયેલી પહેલી મેચમાં બટલરે 33 બોલમાં 54 રન બનાવ્યા હતા. જોકે, તેની અડધી સદી છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ દ્વારા હરાજીમાં ખરીદાયેલો કેએલ રાહુલ સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ તે પહેલી મેચ માટે ઉપલબ્ધ નહોતો.

IPL 2025માં જોફ્રા આર્ચરને રાજસ્થાન રોયલ્સે, ટ્રેન્ટ બોલ્ટને મુંબઈ ઈન્ડિયન્સે અને જોશ હેઝલવુડને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 12.50 કરોડમાં ખરીદ્યા છે. IPL 2025ની પહેલી મેચમાં આર્ચરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર બોલર બન્યો હતો. ટ્રેન્ટ બોલ્ટને પહેલી મેચમાં કોઈ વિકેટ મળી ન હતી, જ્યારે હેઝલવુડે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. (All Photo Credit : PTI)
Published On - 4:31 pm, Wed, 26 March 25