AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટમાં થાય છે ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ, આ રીતે માપવામાં આવે છે બોલિંગ સ્પીડ

દુનિયામાં શોએબ અખ્તર, બ્રેટ લી, શેન બોન્ડ, મેક્લમ માર્શલ અને જે થોમસન જેવા ઘણા બોલર્સ છે, જેમની બોલિંગ સ્પીડને કારણે બેટ્સમેનોમાં ફફડાટ મચી જાય છે. પાકિસ્તાનના શોએબ અખ્તરે ક્રિકેટ ઈતિહાસની સૌથી ફાસ્ટ બોલ ( 161 કિમી/ કલાક) ફેંકયો હતો.

ક્રિકેટમાં થાય છે ટેકનોલોજીનો જબરદસ્ત ઉપયોગ, આ રીતે માપવામાં આવે છે બોલિંગ સ્પીડ
How bowling speed is calculated
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 10:31 PM
Share

ક્રિકેટએ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ સાથે ટેકનોલોજીનું શાનદાર કોમ્બિનેશન છે. દુનિયામાં શોએબ અખ્તર, બ્રેટ લી, શેન બોન્ડ, મેક્લમ માર્શલ અને જે થોમસન જેવા ઘણા બોલર્સ છે, જેમની બોલિંગ સ્પીડને કારણે બેટ્સમેનોમાં ફફડાટ મચી જાય છે. પાકિસ્તાનના શોએબ અખ્તરે ક્રિકેટ ઈતિહાસની સૌથી ફાસ્ટ બોલ ( 161 કિમી/ કલાક) ફેંકયો હતો. તેવામાં ચાલો જાણીએ કે ક્રિકેટમાં બોલરની બોલિંગ સ્પીડ કઈ રીતે માપવામાં આવે છે.

આ પણ વાંચો : 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી બન્યો મેથ્યૂઝ, જાણો આઈસીસીનો નિયમ

ક્રિકેટમાં સૌથી સારી બોલિંગ સ્પીડ

  • શોએબ અખ્તર – 161.3 કિમી/કલાક
  • શોન ટેટ – 161.1 કિમી/કલાક
  • બ્રેટ લી – 161.1 કિમી/કલાક
  • જેફ થોમસન – 160.6 કિમી/કલાક
  • મિશેલ સ્ટાર્ક – 160.4 કિમી/કલાક
  • એન્ડી રોબર્ટ્સ – 159.5 કિમી/કલાક
  • ફિડેલ એડવર્ડ્સ – 157.7 કિમી/કલાક
  • મિશેલ જોન્સન – 156.8 કિમી/કલાક
  • મોહમ્મદ. શામી – 156.4 કિમી/કલાક
  • શેન બોન્ડ – 156.4 કિમી/કલાક

સ્પીડ ગન અથવા રડાર ગન

જેમ સ્પીડ ગનની મદદથી રસ્તા પરથી પસાર થતી કારની ગતિ માપવામાં આવે છે. તેમ ક્રિકેટમાં પણ સ્પીડ ગન અથવા રડાર ગનની મદદથી બોલિંગ સ્પીડ માપવામાં આવે છે. વર્ષ 1947માં જોન બેકર દ્વારા શોધવામાં આવેલી સ્પીડ ગન, ડોપલર ઈફેક્ટના સિદ્વાંત પર કામ કરે છે. આ સ્પીડ રિસીવર અને ટ્રાન્સમીટર દ્વારા નક્કી કરવામાં આવે છે. ક્રિકેટના મેદાન પર સાઈટ સ્ક્રીન પર સ્પીડ ગન એક ઉચ્ચ સ્તંભ પર રાખવામાં આવે છે.

રડાર ગન/સ્પીડ ગન ટેકનીકના પ્રમુખ લાભ

  1. આ ટેકનીથી સ્પીડની સટીક માહિતી કોઈપણ ત્રુટિ વગર જાણવા મળે છે.
  2. બોલ જેવા રડાર ગનની સામેથી પસાર થાય છે કે તરત તેની સ્પીડ રેકોર્ડ કરી લેવામાં આવે છે. તેથી જ તરત સ્ક્રીન પર તેની ગતિ પ્રદર્શિત કરવામાં આવે છે.
  3. લોન ટેનિસથી રડાર ગન અને સ્પીડ ગન ટેકનીકનો ઉપયોગ શરુ થયો. જ્યારે ક્રિકેટમાં વર્ષ 1999થી આ ટેકનીકનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો હતો.

હોક આઈ ટેકનીક

ટેનિસ, ફૂટબોલ અને ક્રિકેટની રમતમાં હોક આઈ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. હોક આઈ કોમ્પયૂટર સિસ્ટમની શોધ બ્રિટિશ નાગરિક ડો પોલ હોકિન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટેકનીકનો ઉપયોગ પહેલીવાર વર્ષ 2001માં કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં 6 કેમેરા મૂકીને આ ટેકનીકની મદદથી બોલિંગ સ્પીડ માપવામાં આવે છે.

હોક આઈ ટેકનોલોજીના લાભ

  1. આ ટેકનોલોજીના ઉપયોગથી બોલની સ્પીડ અને દિશા માપી શક્યા છે.
  2. આ ટેકનોલોજીને 3ડી ફોર્મેટમાં ગોલની ગતિ અને દિશાની જાણકારી પ્રદર્શિત કરવામાં આવે છે.
  3. બોલની દિશા અને સ્વિંગ એક સાથે માપવા માટે હોક આઈ ટેકનીકનો ઉપયોગ થાય છે.
  4. આ ટેકનીકની મદદ DLS માટે પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કેએલ રાહુલ પર ગુસ્સે થયો રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા જોતો જ રહી ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
g clip-path="url(#clip0_868_265)">