
ભારતીય ટીમ બીજી વખત ટી20 ચેમ્પિયન 29 જૂન 2024ના રોજ બની હતી. ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફિકાની ટીમને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો.જેમાં કેપ્ટન રોહિત શર્મા હતો.ભારતીય ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ 2024ની સીઝનમાં એક પણ મેચ હારી ન હતી. આ સાથે ઈતિહાસ પણ રચી દીધો હતો.

હરમનપ્રીત કપિલ દેવ, એમએસ ધોની અને રોહિત શર્મા સાથે જોડાય છે. કપિલ દેવે 1983ના વનડે વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું.

એમએસ ધોનીએ 2007ના ટી20 વર્લ્ડ કપ અને2011ના વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. રોહિત શર્માએ2024નો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. અને હવે, હરમનપ્રીતે મહિલા ટીમ માટે વનડે વર્લ્ડ કપ જીત્યો છે.