Hardik Pandya : ક્રિકેટ ચાહકો થઈ જાવ તૈયાર, હાર્દિક પંડ્યાએ કહ્યું આજે મળીએ વડોદરામાં

|

Jul 15, 2024 | 12:02 PM

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ 2024 ચેમ્પિયન બની ગઈ છે. જ્યારે તે ભારત પરત ફરી તો પહેલા તેમનું દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ભારતીય ટીમનું મુંબઈમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ. હવે આવું જ સન્માન હાર્દિક પંડ્યાને વડોદરામાં મળવાનું છે.

1 / 6
ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવી શાનદાર જીત મેળવી હતી. જેમાં વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા જોવા મળી હતી. હાર્દિક પંડ્યા જીતનો હિરો રહ્યો હતો. હવે વડોદરામાં હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 6
વડોદરાની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી ચાર રસ્તાથી અકોટા બ્રિજ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવશે જેમાં સૌને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

3 / 6
હાર્દિક પંડ્યા સવારે સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરી હતી. આજે સાંજે 5 કલાકે વડોદરામાં મળીશું. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 16 રનનો ખૂબ જ સારો બચાવ કર્યો હતો. આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી, પરંતુ પંડ્યાએ 8 રનમાં 1 વિકેટ લઈને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

4 / 6
ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિકે બેટ અને બોલ બંન્નેથી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ટી20 વર્લ્ડકપ 2024માં હાર્દિકે ફરી એક વખત સાબિત કરી દીધું કે, તે કાંઈ પણ કરી શકે છે. T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.આ ખેલાડીએ 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ હતો. હાર્દિકે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટીકાકરનારના મોંઢા બંધ કરી દીધા છે.

5 / 6
 મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટરીપરેડમાં હજારો ચાહકો હાજર રહ્યા હતા.દિલ્હીથી લઈને મુંબઈ સુધી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની એક ઝલક જોવા માટે ચાહકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. હવે વડોદરામાં હાર્દિક પંડ્યાને જોવા ચાહકોની ભીડ જામશે.

6 / 6
વડોદરામાં રોડ શોને લઈ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી છે, તેમજ બંદોબસ્તમાં જોડાયેલા વાહનો, અમ્બ્યુલન્સ , ફાયર બ્રિગેડ ઈમરજન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

Published On - 12:00 pm, Mon, 15 July 24

Next Photo Gallery