પિતા હતા ગાર્ડ , માતા નર્સ, બહેન કોંગ્રસમાં પત્ની ભાજપમાં ભાભી અને નણંદનું રાજકારણમાં છે મોટું નામ

|

Mar 29, 2024 | 2:49 PM

રવિન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે તમામ ફોર્મેટમાં ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તે એક ઓલરાઉન્ડર છે, જે ડાબા હાથે બેટિંગ કરે છે અને ડાબા હાથે સ્પિન બોલ કરે છે. તે ગુજરાતનો છે આજે તેનો જન્મદિવસ છે. તો આજે આપણે તેની બહેન, પિતા અને પત્ની વિશે જાણીશું

1 / 9
આજે છે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અને ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, ત્યારે ચાહકો સહિત દિગ્ગજ હસ્તિઓ અને ક્રિકેટરો રવિન્દ્ર જાડેજાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

2 / 9
રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર, 1988ના રોજ અનિરુદ્ધસિંહ જાડેજા અને લતા જાડેજાને ત્યાં થયો હતો. રવિન્દ્ર જાડેજાનો જન્મ થયો ત્યારે જાડેજા પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી.તેમના પિતા એક ખાનગી સુરક્ષા એજન્સીમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે રવિન્દ્ર આર્મી ઓફિસર બનવા માટે આર્મી સ્કૂલમાં જોડાય. રવિન્દ્ર સફળ ક્રિકેટર બન્યા બાદ અનિરુદ્ધસિંહે નોકરી છોડી દીધી અને રાજકારણમાં જોડાયા હતા.

3 / 9
રવિન્દ્ર જાડેજાની માતા લતા જાડેજા સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. જાડેજા ભારતની અંડર-19 ક્રિકેટ ટીમનો ભાગ બન્યા બાદ તેની માતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ પછી રવિન્દ્ર એટલો ભાંગી પડી ગયો કે તેણે રમવાનું છોડી દેવાનું નક્કી કર્યું

4 / 9
રવિન્દ્ર જાડેજાને બે બહેનો છે  નયના અને પદ્મિની. નયના ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. નયનાએ રાજકારણમાં જોડાતા પહેલા શરૂઆતમાં તેની માતાની જેમ જ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાની બીજી મોટી બહેનનું નામ પદ્મિની છે.

5 / 9
પદ્મિનીએ 3 ડિસેમ્બર, 2016ના રોજ હરિયાણાના વિવેક શર્મા સાથે લગ્ન કર્યા હતા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન પદ્મિની બાના લગ્ન હરિયાણાના રહેવાસી રાજેન્દ્ર શર્માના પુત્ર વિવેક સાથે થયા છે. રવિન્દ્ર જાડેજાની બહેનના લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

6 / 9
રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલ, 2016ના રોજ રીવા સોલંકી સાથે થયા હતા. રીવાએ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.

7 / 9
 આ કપલે ફેબ્રુઆરી 2016માં સગાઈ કરી હતી અને તે વર્ષના અંતમાં લગ્ન કર્યા હતા. તેઓએ 2017માં તેમની પુત્રી નિધ્યાનું સ્વાગત કર્યું. રીવા હાલમાં અને તાજેતરમાં જ રાજકારણમાં જોડાઈ છે. ધારાસભ્ય છે. જામનગર ઉત્તર બેઠક પરથી ગુજરાતની ચૂંટણી જીતી હતી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપે છે.

8 / 9
રવીન્દ્ર જાડેજા વર્ષ 2017માં પિતા બન્યા હતા. તેમની પત્ની રીવાએ તે વર્ષે તેમની પુત્રી નિધ્યાને જન્મ આપ્યો હતો.ક્રિકેટરે તેમના બાળકનું નામ 'નિધ્યાના' રાખ્યું છે.

9 / 9
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2012માં રાજકોટમાં જડ્ડુઝ ફૂડ ફિલ્ડના નામથી રેસ્ટોરન્ટ ખોલી હતી. જાડેજાએ ઓપનિંગ માટે 12મી ડિસેમ્બર પસંદ કરી હતી કારણ કે 12મી તારીખ તેમના માટે ખૂબ જ ખાસ છે.

Published On - 9:05 am, Wed, 6 December 23

Next Photo Gallery