
અક્ષર પટેલે તેનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતની એક ખાનગી શાળામાંથી પૂર્ણ કર્યું હતું. આ પછી તેણે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, જો કે, તેણે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા વગર કૉલેજ છોડી દીધી.

અક્ષર પટેલે 2012માં લિસ્ટ A ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 22 ફેબ્રુઆરી 2010ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામે તેની પ્રથમ મેચ રમી હતી.

ત્યારબાદ, 2 નવેમ્બર 2012ના રોજ તેણે રણજી ટ્રોફીમાં મધ્યપ્રદેશ સામે પ્રથમ-વર્ગ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને જોતા તેને 2014માં અંડર-19 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

2014 IPLમાં શાનદાર પ્રદર્શન બાદ અક્ષર પટેલને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ODI ટીમમાં સ્થાન મળ્યું.અક્ષર પટેલ 2015 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમનો પણ ભાગ હતો.

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે 26 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. અક્ષર અને મેહા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. અક્ષર પટેલના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરોએ હાજરી આપી હતી.

મેહા પટેલ વ્યવસાયે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પોતાનો ડાયટ પ્લાન શેર કરતી રહે છે. મેહા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. મેહા દરરોજ પોતાની અને અક્ષરના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે.
Published On - 5:40 pm, Mon, 27 November 23