
હાર્દિક પંડ્યાનું વર્કલોડ મેનેજમેન્ટ એક મોટો મુદ્દો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે ભાગ્યે જ સતત બે સિરીઝ રમી છે. આ સિવાય હાર્દિક પંડ્યાની ફિટનેસ પણ એક મોટું કારણ છે. જ્યારે સૂર્યકુમાર યાદવ સતત રમી રહ્યો છે. લગભગ તમામમાં તે રમ્યો છે અને તેને ફિટનેસની મોટી સમસ્યા પણ નથી.

વર્ષ 2014માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો ત્યારે તેણે સૂર્યા સાથે કામ કર્યું હતું. 2014માં સૂર્યકુમાર યાદવને KKRનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. આજે સૂર્યા ટોપનો T20 બેટ્સમેન છે, તેથી તે કેપ્ટનશિપનો મોટો દાવેદાર બની ગયો છે.